News of Tuesday, 3rd September 2024
કુલદીપ દુબે પાસે રૂા. ૧ર.૮૦ કરોડ, સુરીન્દર ચૌધરી પાસે બે કરોડથી વધારે અને કમર હુસૈન પાસે ર.૭૯ કરોડની સંપતિ
જમ્મુ કાશ્મીરમાં બીજા તબકકાની ચુંટણીમાં પણ છે કરોડપતિ ઉમેદવારો

જમ્મુ તા. ૩: રાજયમાં વિધાનસભા ચુંટણીના પ્રથમ તબકકા માટે મેદાનમાં ઉતરેલ ર૧૯ ઉમેદવારોમાં ૧પ કરોડપતિઓ હતા તો બીજા તબકકા માટે ઉમેદવારી કરનારામાં પણ કેટલાક કરોડ પતિઓ છે ભલે તેમની શૈક્ષણિક લાયકાત બહુ ઓછી હોય.રપ સપ્ટેમ્બર બીજા તબકકામાં થનાર ચુંટણીમાં બધા મુખ્ય ઉમેદવારોમાં ભાજપાના કુલદીપ રાજ દૂબે સૌથી અમીર છે. જયારે નૌશેરા અને ધન્નામંડી બેઠક પરથી ચુંટણી લડી રહેલ નેશનલ કોન્ફરન્સના સુરિન્દર કુમાર ચૌધરી અને પીડીપીના કમર હુસૈન પણ કરોડપતિ છે પણ રિયાસીના ભાજપા ઉમેદવાર કુલદીપ રાજ દૂબે સ્થાવર અને જંગમ મિલ્કત બાબતે અન્યોથી આગળ છે.
ઉમેદવારી પત્ર સાથે ઉમેદવાર દ્વારા રજૂ કરાયેલ સોગંદનામાં અનુસાર ૬૭ વર્ષના કુલદીપ દૂબે પાસે ૧ર.૮૦ કરોડ રૂપિયાની સંપતિ છે. જયારે સુરિન્દર ચૌધરી પાસે બે કરોડ રૂપિયાથી વધારેની સ્થાવર જંગમ મિલ્કત છે અને કમર હુસૈન પાસે ર.૭૯ કરોડની સંપતિ છે.
જો કે એક વાત એ પણ છે કે આ ત્રણેય ઉમેદવારોનો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી અને આમાંથી કોઇ પર એક પણ પોલીસ કેસ નથી.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
