<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

ભારતમાં મળી આવ્‍યું ૫૦૦ વર્ષ જૂનું અલૌકિક મમી

હિમાચલ પ્રદેશના લાહોલ સ્‍પીતી જીલ્લાના ગ્‍યુએ ગામમાં રહેલું આ મમી બૌધ્‍ધ સાધુનું છે : અનેક રહસ્‍યોના તાણાવાણા : આ મમી ધ્‍યાનસ્‍થ અવસ્‍થામાં છે : સંશોધનથી પૂરવાર થયું કે સાદા ધ્‍યાન પણ શરીરમાં ઓકિસજનનો વપરાશ ૬૦ ટકા ઘટાડે છે : ‘તમ્‍મો યોગ'ની પ્રેકટીસ ધરાવતા સાધુઓ પોતાની ચામડીનું તાપમાન એટલું વધારી શકતા કે શરીર પર વિંટાયેલ ભીનું કપડું પણ સૂકાવી શકતા બૌધ્‍ધ સાધુ તેત્‍સી મુંકીનું શરીર કોઇ પણ રસાયણો વગર ૨૦૦ વર્ષથી સચવાયેલું છે : ઉપવાસને કારણે તેના અંગો - સ્‍નાયુઓ ઓગળી ગયેલ અને શરીરમાં બેકટેરીયા સડો ઉત્‍પન્‍ન કરી ન શકયા

લાહોલ સ્‍પીતી : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્‍યના લાહોલ અને સ્‍પીતી જિલ્લામાં ગ્‍યુએ ગામ આવેલું છે. ગ્‍યુએ ગામ લાહોલ અને સ્‍પીતી વિસ્‍તારના પરંપરાગત ગામો જેવું જ છે, જ્‍યાં બરફાચ્‍છાદિત પર્વતો, સનસેટ અને સનરાઇઝ જેવા દર્શન નયનરમ્‍ય હોય છે. ગ્‍યુએ ગામ ભારત અને તિબેટની સરહદ નજીક આવેલું છે. અહીં સંઘ તેન્‍ઝાન અને ઝાંગડોક પાલારી મઠનું મમી એ અનોખું અને જોવા જેવું આકર્ષણ છે.

આ મમી અનાયાસે જ મળી આવ્‍યું હતું. ૧૯૭૫માં સ્‍પીતી ખીણમાં ધરતીકંપથી સ્‍થાનિકો માટે અનેક પડકારો ઉભા થયા હતા. આ દુર્ઘટના વચ્‍ચે ગ્‍યુએ ગામ મહાન સાધુ તેન્‍ઝાનના મમીની શોધથી ધન્‍ય બન્‍યું હતું. આઇટીબીપીના જવાનો સરહદી વિસ્‍તારોને સુરક્ષિત કરવાના એકમાત્ર ઇન્‍ચાર્જ હતા. એક ખોદકામ દરમિયાન બંકરમાં સ્‍થાનિકોને આ મમીની ઉપસ્‍થિતિની ખબર પડી હતી. અહીંના કેટલાક લોકગીતોમાં તેન્‍ઝીનનો ઉલ્લેખ છે અને ગ્રામજનો તેની પૂજા પણ કરે છે.

વૈજ્ઞાનિકોના આંતરરાષ્‍ટ્રીય જૂથ જેમાં પેન્‍સીલવેનિયા યુનિવર્સિટીના માનવશાષાી પ્રોફેસર વિકટર મેયર, પ્રોફેસર માર્ગારેટ ક્રોકસ, ફોરેન્‍સીક માનવશાષાી અને અગ્રણી રેડીયોગ્રાફર બ્રુનોટોનેલા સામેલ હતા, સંશોધન કાર્ય હાથ ધરાયું. ત્‍યાં પહોંચ્‍યા પછી એમ્‍બાલિંગની ગેરહાજરી હોવા છતાં નોંધપાત્ર રીતે સચવાયેલ આ શરીરને જોઇને સંશોધક ટીમ આヘર્યચકિત થઇ ગઇ હતી.

સંશોધક ટીમ મમીની વિચિત્ર મુદ્રાથી મુંઝવણમાં છે અને તેમને આશા છે કે, એકસરેથી જાહેર થશે કે આ મુદ્રા મૃત્‍યુ પહેલા અપનાવાઇ હતી કે ત્‍યાર પછી આ મુદ્રા આ સાધુના જપ અને ધ્‍યાનવાળા જીવનનું સૂચન કરે છે, જે તેના શકિતશાળી તિબેટીયન માનસિક શિસ્‍ત અને રહસ્‍યમય ફેબ્રુક બેલ્‍ટની ભૂમિકા વિશે પ્રશ્નો ઉભા કરે છે. ગળાની આસપાસનો મમીનો પટ્ટો સંશોધકોને કોયડામાં મુકે છે કારણ કે તે સામાન્‍ય રીતે ધ્‍યાન દરમિયાન જોવા નથી મળતો.

બોસ્‍ટનમાં, હાર્વર્ડ મેડીકલ સ્‍કૂલના ડો. હર્બર્ટ બેન્‍સનનો અભ્‍યાસ ધ્‍યાનથી સાધુઓના શરીર પર થતી અસરો વિષે જણાવે છે. તેને જાણવા મળ્‍યું કે, માત્ર સાદું ધ્‍યાન પણ સાધુના ઓકસીજન વપરાશને ૬૦ ટકા જેટલો ઘટાડે છે. તમ્‍મો યોગની પ્રેકટીસ ધરાવતા સાધુઓ પોતાની ત્‍વચાનું તાપમાન એટલું વધારી શકે છે કે હાડ થીજાવતી ઠંડીમાં તેના શરીરને વીંટાળેલ ભીની ચાદરને સુકવી શકે છે. વિકટરનું માનવું છે કે જો સાધુ આવું કરી શકતા હોય તો મમી પણ આ ટેકનીકથી પોતાનું શરીર સૂકાવી શકે.

તેત્‍સુ મુંકી જેવા જાપાનીઝ બૌધ્‍ધ સાધુઓ તેમના સમુદાય માટેના બલિદાનો માટે વિખ્‍યાત છે. તેત્‍સુ મુંકીનું શરીર ૨૦૦ વર્ષથી સ્‍થાનિક મંદિરમાં સચવાયેલું છે.

વૈજ્ઞાનિકોએ ત્‍યાર પછી એક અન્‍ય સાધુ બુકી જેનું શરીર કોઇ પણ એમ્‍બાલ્‍મીંગ વગર સચવાયેલું છે તેની પણ મુલાકાત લીધી હતી. સ્‍થાનિક સાધુઓ કહે છે કે, બુકીએ ત્રણ વર્ષ સુધી ઉપવાસ કરીને પોતાનું શરીર મમી બનાવી દીધું હતું. તેઓ માત્ર વૃક્ષના પાન અને બીયા જ ખાતા. તેઓ મૃત્‍યુ પામ્‍યા ત્‍યાં સુધી લાકડાના એક બોક્ષમાં ધ્‍યાન ધરી રાખ્‍યું હતું. ૬૦ વર્ષ પછી જયારે તે બોક્ષ ખોલવામાં આવ્‍યું ત્‍યારે તેમનું શરીર મમી બનેલું મળી આવ્‍યું હતું. એવું માનવામાં આવે છે કે ઉપવાસના કારણે તેમના અંગો અને સ્‍નાયુઓ ઓગળી ગયા જેના કારણે બેકટેરિયા તેમના શરીરમાં સડો ઉત્‍પન્‍ન ના કરી શક્‍યા.

આના થોડા સમય પછી વિકટરને ઇંગ્‍લેન્‍ડથી સમાચાર મળ્‍યા કે કાર્બન ૧૪ પરીક્ષણોથી જાણવા મળ્‍યું છે કે મમીની ડેટીંગ બહુ પાછળની છે એટલે કે ૫૦૦ વર્ષ જૂની છે. જે જાપાનીઝ મમી કરતા પણ ઘણી જૂની છે. તે ઉચ્‍ચ નાઇટ્રોજન સ્‍તર પણ જાહેર કરે છે જે સૂચવે છે કે, જ્‍યારે સાધુ મૃત્‍યુ પામ્‍યા ત્‍યારે અત્‍યંત કુપોષિત હતા. આ એક હકીકત છે જે જાપાનીઝ મમીના સિધ્‍ધાંત સાથે બંધ બેસે છે.

બીજાની સુખાકારી માટે આત્‍મ બલિદાન એ સરળ કાર્ય નથી. તેમાં પ્રચંડ સંકલ્‍પ, અતૂટ મનોબળ અને ગજબનાકની એકાગ્રતાની જરૂર પડે છે. તે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાનો જીવંતસ્ત્રોત છે અને રહેશે

(3:23 PM IST)