News of Tuesday, 3rd September 2024
બીજા ધોરણના બાળકને ગણિતના ‘‘પાળા'' ના આવડયા તો શિક્ષકે મારી મારી ને ચામડી ઉતરડી નાખી

આગ્રાઃ મનસુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની એક ખાનગી શાળામાં એક શિક્ષકે બીજા ધોરણના એક વિદ્યાર્થીને પહાડા ના આવડતા લાકડીથી મારી મારીને તેની ચામડી ઉતરડી નાખી હતી. ઘાયલ વિદ્યાર્થીનો વીડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો છે.
ટોડા નિવાસી પ્રમોદસિંહનો આઠ વર્ષનો પુત્ર આશિક ગામની જ એક ખાનગી શાળામાં બીજા ધોરણનો વિદ્યાર્થી છે પ્રમોદસિંહે જણાવ્યું કે શુક્રવારે શાળાના એક શિક્ષકે તેને પહાડા પૂછયા હતા. પહાડા સરખી રીતે ના બોલી શકતા શિક્ષકે આશિકને લાકડી વડે ગંભીર માર માર્યો હતો.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
