News of Tuesday, 3rd September 2024
સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ : હાઈવે પર બેફામ હંકારાતા વાહનોનું ઈલેકટ્રોનિક મોનિટરિંગ કરાશે
રાજ્ય સરકારોએ ઈલેકટ્રોનિક ઉપકરણો નેશનલ અને સ્ટેટ હાઈવે પર વધુ જોખમ હોય અને વઘુ ટ્રાફિક હોય ત્યાં તેમજ નિયમમાં નિર્ધારીત મુજબ ૧૩૨ શહેરો સહિત દસ લાખથી વઘુ વસતી ધરાવતા મુખ્ય શહેરોના મહત્વના જંકશનો ખાતે મુકવાના રહેશે.

નવી દિલ્હી, તા. ૩ : સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશને મોટર વ્હીકલ્સ એકટના સેકશન ૧૩૬એનો અમલ કરવાની સૂચના આપી છે. જેમાં -શાસનને વાહનોની ગતિનું ઈલેકટ્રોનિક મોનિટરીંગ કરવાની સત્તા મળે છે. કોર્ટે દિલ્હી, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલ નાડુ, કર્ણાટક અને કેરળને મોટર વ્હીકલ્સ એકટના સેકશન ૧૩૬એ અને નિયમ ૧૬૭એના પાલનની જાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈવે પર નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા આ આદેશ આપવામાં આવ્યો હતો.
નિયમ ૧૬૭એ હેઠળ સ્પીડ કેમેરા, સીસીટીવી કેમેરા, સ્પીડ ગન્સ, શરીર પર પહેરી શકાય તેવા કેમેરા, ડેશબોર્ડ કેમેરા, ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ્નીશન, વે ઈન મશીન્સ અને એવા પ્રકારની ટેકનોલોજી સહિત ઈલેકટ્રોનિક ઉપકરણો મૂકવા માટેની વિગતવાર જોગવાઈ નિર્ધારીત કરવામાં આવી છે. રાજ્ય સરકારોએ ઈલેકટ્રોનિક ઉપકરણો નેશનલ અને સ્ટેટ હાઈવે પર વઘુ જોખમ હોય અને વઘુ ટ્રાફિક હોય ત્યાં તેમજ નિયમમાં નિર્ધારીત મુજબ ૧૩૨ શહેરો સહિત દસ લાખથી વઘુ વસતી ધરાવતા મુખ્ય શહેરોના મહત્વના જંકશનો ખાતે મુકવાના રહેશે.
કોર્ટ ૧૧ ડિસેમ્બરે રિપોર્ટ પર વિચાર કરશે અને અન્ય રાજ્ય સરકારોને પણ આવા નિર્દેશ આપશે. મોટર વ્હીકલ્સ એકટના સેકશન ૧૩૬એની અસરકારક રાષ્ટ્રવ્યાપી બજવણી અને અમલીકરણની પદ્ધતિ માટે કન્સેપ્ટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. કન્સેપ્ટ પેપરમાં કરાયેલ તમામ ભલામણોનો અમલ કરાયો હશે તો સેકશન ૧૬૩એની જોગવાઈઓ(પીડિતને વળતર, વાહન સાથે અકસ્માતને કારણે કાયમી વિકલાંગતા અથવા મૃત્યુ)નો અમલ હજી થોડા વર્ષ માટે નહિ કરવામાં આવે.
કોર્ટે ૨૦૨૧માં ઘડાયેલા સેકશન ૧૩૬એને નવી જોગવાઈ તરીકે લેખાવતા કહ્યું કે તેનાથી રાજ્ય સરકારોને રોડ શિષ્ત અને મોટર વેહિકલ્સ એકટનું પાલન થાય તેની ખાતરી કરવામાં મદદ મળશે.
સેકશન ૧૩૬એનો અમલ થતા રાજ્ય પ્રશાસનને મોટર વેહિકલ્સ એકટનું ઉલ્લંઘન કરનાર વાહનો અને વ્યકિતઓની માહિતી મળી શકશે અને તે અનુસાર તેમની સામે કાર્યવાહી થઈ શકશે
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
