<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

ચિત્રકૂટમાં દેશનું પ્રથમ શ્રી રામલીલા ગુરુકુલ બનશે: 15 રાજ્યોની મંચન શૈલીઓ સાચવામાં આવશે

શ્રી રામલીલા ગુરુકુળમાં સ્ટેજિંગ સામગ્રી, સંગીત, વેશભૂષા અને ઈતિહાસ એક જ જગ્યાએ સાચવવામાં આવશે.

ભોપાલ (શ્રી રામલીલા ગુરુકુલ). ભગવાન શ્રી રામ પર કેન્દ્રીત દેશનું પ્રથમ શ્રી રામલીલા ગુરુકુલ, મધ્ય પ્રદેશ સંસ્કૃતિ વિભાગ દ્વારા ચિત્રકૂટમાં બનાવવામાં આવી રહ્યું છે. તેમાં રામલીલા સંબંધિત તમામ માહિતી આપવામાં આવશે. આ સાથે ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

   સંશોધકો પણ અહીં આવીને રામલીલા પર સંશોધન કરી શકશે. આમાં ખાસ વાત એ છે કે દેશ-વિદેશમાં શ્રી રામને કેન્દ્રમાં રાખેલી તમામ લીલાઓને ગુરુકુળમાં સામેલ કરવામાં આવશે. દેશના 15 રાજ્યોની રામલીલાની સ્ટેજિંગ સામગ્રી, સંગીત, વેશભૂષા અને ઈતિહાસ એક જ જગ્યાએ સાચવવામાં આવશે.

    રસ ધરાવતા કલાકારો પણ અહીં તાલીમ મેળવી શકશે. ભવિષ્યમાં અન્ય દેશોની રામલીલાઓને તેમાં સામેલ કરવામાં આવશે. શ્રી રામલોકને શ્રી રામ વનગમન પથ સાથે જોડવામાં આવશે.

  આ ગુરુકુળ ચિત્રકૂટમાં બની રહેલા વનવાસી શ્રીરામલોક પાસે પાંચ એકરમાં ચલાવવામાં આવશે. આ માટે સરકારે જમીન પણ ફાળવી દીધી છે. સંસ્કૃતિ વિભાગના નિયામક એનપી નામદેવ કહે છે કે, રામલીલા માત્ર આપણા દેશની જ નહીં પરંતુ વિશ્વની પ્રાચીન ધરોહરોમાંની એક છે. પ્રાચીન કાળથી ભગવાન શ્રી રામની લીલાઓ એશિયાના દેશોમાં ગામડે-ગામડે મંચાતી રહી છે.

   આગામી સમયમાં શ્રી રામલીલા ગુરુકુળમાં દેશ અને દુનિયાના નાટ્ય સમૂહોને તાલીમ આપવામાં આવશે. જેમાં રશિયા, અમેરિકા, થાઈલેન્ડ, કંબોડિયા, જકાર્તા, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશોના આર્ટ ગ્રુપને પણ ટ્રેનિંગની તક આપવામાં આવશે. આ દેશોના કલાકારો સ્થાનિક કલાકારોને તાલીમ આપશે. આ ઉપરાંત રામલીલાના સંવાદ શૈલી, વેશભૂષા, ગીતો અને સંગીતનું સંકલન પણ કરવામાં આવશે.

(1:07 PM IST)