<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

હિમાચલ પ્રદેશના છ જિલ્લામાં ભારે વરસાદની શકયતા : અચાનક ભારે પૂરની :રાજ્યમાં 109 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા

નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ: રોહતાંગ, શિંકુલા અને બરાલાચા પાસમાં હિમવર્ષા ; ઉદયપુર-કિલ્લાર રોડ પર કડુ નાળા પાસે ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ

નવી દિલ્હી : હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ મંગળવારે હિમાચલ પ્રદેશના દસ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જે માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચંબા, કાંગડા, કિન્નૌર, મંડી, શિમલા અને સિરમૌરમાં કેટલાક સ્થળોએ અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

સોમવારે રોહતાંગ, શિંકુલા અને બરાલાચા પાસમાં હિમવર્ષા થઈ હતી. ઉદયપુર-કિલ્લાર રોડ પર કડુ નાળા પાસે ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. સુંદરનગરમાં 17 મીમી, ધૌલા કુઆંમાં આઠ, શિમલામાં છ અને નેરીમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 109 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. આ સિવાય 427 ટ્રાન્સફોર્મર ખરાબ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 1271 કરોડનું નુકસાન થયું છે. સોમવારે પણ ઘણી જગ્યાએ વરસાદ ચાલુ રહ્યો હતો. મહત્તમ તાપમાનમાં બેથી સાત ડિગ્રીનો ઘટાડો થયો છે. કલ્પામાં 7.7 ડિગ્રી, સુંદરનગર અને મનાલીમાં 5.7 ડિગ્રી, જ્યારે અન્ય સ્થળોએ બેથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. મંડી જિલ્લાના નવ માઈલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થવાને કારણે કિરાતપુર-મનાલી ફોરલેન લગભગ ચાર કલાક સુધી બંધ રહ્યો હતો.

(12:11 AM IST)