<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સવારે ૫: અમેરિકાના શેરબજારમાં ભયંકર કડાકો, નાસ્ડેક ૫.૨૮ ટકા તૂટ્યો, જ્યારે એસએન્ડપી ૫૦૦માં ૩.૭૦ ટકા અને ડાઉ જોન્સમાં ૧.૯૩ ટકાનો ઘટાડો નોંધાયો: ટેકનોલોજી - એઆઈ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલીથી વિશ્વના રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું: ચિપ ઉત્પાદક કંપનીઓના શેરોમાં સરેરાશ ૧૦ ટકાથી વધુ ઘટાડો: એનવીડિયાના શેરમાં પણ મોટો ઘટાડો: ભારત સહિતના વૈશ્વિક બજારો ઉપર અસર?

ન્યૂયોર્ક, તા. ૨૦ : અમેરિકાના શેરબજારમાં શુક્રવારે ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલીથી મોટો કડાકો બોલી ગયો હતો. નાસ્ડેક સૂચકાંક ૫.૨૮ ટકા ગગડ્યો, જ્યારે એસએન્ડપી ૫૦૦માં ૩.૭૦ ટકા અને ડાઉ જોન્સમાં ૧.૯૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

ચિપ ઉત્પાદક કંપનીઓના શેરોમાં સરેરાશ ૧૦ ટકાથી વધુ ઘટાડો થયો હતો. કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રની કંપનીઓના ઊંચા મૂલ્યાંકન, વધતા વ્યાજદરની આશંકા અને કંપનીઓની આવક અંગેની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોએ વેચવાલી વધારી હતી. 

અમેરિકાની ટેકનોલોજી કંપની એનવીડિયાના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. 

આ વેચવાલીની અસર વૈશ્વિક બજારો ઉપર પડી છે. સોમવારે ભારતીય શેરબજાર ખુલશે ત્યારે વૈશ્વિક બજારોની આ સ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે.

(9:39 AM IST)