<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

દિવાળી વેકેશન દરમિયાન 4 લાખથી વધુ સહેલાણીઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઈને નવો રેકોર્ડ સર્જ્યો

એકતાનગરીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ભારે ધસારો :સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપરાંત રેઈન ફોરેસ્ટ, સ્કાય વોક બ્રિજ અને ગ્લાસ વોક-વે જેવાં આકર્ષણો પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યાં છે

અમદાવાદ : દિવાળી વેકેશન દરમિયાન એકતાનગરીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. માત્ર 6 દિવસમાં 4 લાખથી વધુ સહેલાણીઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઈને નવો રેકોર્ડ સર્જ્યો છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા બસ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપરાંત રેઈન ફોરેસ્ટ, સ્કાય વોક બ્રિજ અને ગ્લાસ વોક-વે જેવાં આકર્ષણો પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યાં છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા સહેલાણીઓ પણ અહીંની પરિવહન વ્યવસ્થા અને ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધાનાં વખાણ કરી રહ્યા છે.

(6:52 PM IST)