તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ઊંઝાના વરવાડા ટુંડાવ રોડ પર બે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા :ચાંદીના છત્તર અને દાનપેટી સહિત ₹85 હજારની મતા ચોરાઈ
ચોરોએ ચામુંડા માતા મંદિર અને વિરેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી ચાંદીના છત્તર અને રોકડ સહિત કુલ ₹85 હજારની મતા ચોરી કરી:બંને મંદિરોમાં થયેલી ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વરવાડા ટુંડાવ રોડ પર આવેલા બે મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યાં છે. ચોરોએ ચામુંડા માતા મંદિર અને વિરેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી ચાંદીના છત્તર અને રોકડ સહિત કુલ ₹85 હજારની મતા ચોરી કરી હતી. 18 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટનામાં ચામુંડા માતા મંદિરની અંદરથી અંદાજે ₹35 હજારની કિંમતનું ચાંદીનું છત્તર ચોરાયું હતું. જ્યારે વિરેશ્વર મહાદેવ મંદિરમાંથી ₹20 હજારની કિંમતનું ચાંદીનું છત્તર અને દાનપેટી તસ્કરો ચોરી કરી ગયા હતા. બંને મંદિરોમાં થયેલી ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. બનાવની જાણ થતાં ઊંઝા પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા અને ચોરીનો ભેદ ઉકેલવા વધુ તપાસ હાથ ધરી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
