તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Sunday, 8th November 2026
વડોદરાના કરજણમાં SMCની મોટી કાર્યવાહી : રૂ. 26.61 લાખના વિદેશી દારૂ સાથે 3ને ઝડપી પાડયા
દારૂના જથ્થા સાથે 11 વાહનો પણ જપ્ત: 5 મોબાઈલ સહિત કુલ રૂ.50.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

વડોદરાના કરજણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હતી કરજણમાંથી રૂ.26.61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો દારૂ અને બિયરની કુલ 171 પેટી જપ્ત કરાઈ હતી દારૂના જથ્થા સાથે 11 વાહનો પણ જપ્ત કરાયા હતા . 5 મોબાઈલ સહિત કુલ રૂ.50.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો પોલીસે દરોડા દરમિયાન 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે મહેન્દ્ર ઠાકોર, પ્રશાંત શાંખલા અને અક્ષય વસાવા ઝડપાયા છે જયારે ચિરાગ ઠાકોર અને ડી.કે. નામનો શખ્સ વોન્ટેડ જાહેર કરાયા છે
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
