<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

અમદાવાદના રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે હીટ એન્ડ રન: કાર ચાલકે અડફેટે લેતા આધેડનું મોત

અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો: પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી

અમદાવાદના રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક્ટિવા પર સવાર થઈ પસાર થઈ રહેલા 50 વર્ષીય આધેડને એક બેફામ કારે અડફેટે લીધા હતા. કારની જોરદાર ટક્કરથી આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

(7:55 PM IST)