<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ‘રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ’નો મંત્ર આપ્યો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બે દિવસીય ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી સંબોધન કર્યું

ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા નવા ચાર લેબર કોડને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ દેશને ‘રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ’નો મંત્ર આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘શ્રમનું સન્માન, રાષ્ટ્રનો મજબૂત આધાર’ એ વડાપ્રધાનનો મંત્ર છે. શ્રમિકોના સન્માન, તેમના અધિકારો અને કલ્યાણ સાથે દેશના વિકાસને નવી દિશા આપવાના હેતુથી આ ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

(1:13 PM IST)