News of Saturday, 14th November 2026
રામ ભક્તિની શક્તિ અને માનવસેવાનો સંકલ્પ એટલે સંત જલારામ બાપા
સંત શિરોમણી શ્રી જલારામ બાપાની સોમવારે ૨૨૭મી જન્મજયંતિ : ભક્તિ, શ્રદ્ધા અને માનવસેવાનો મહાપર્વ : વીરપુરમાં જન્મજયંતિનો વિશેષ મહિમા : ભગવાન શ્રીરામની અખંડ ભક્તિ, વીરબાઈ માતાનું સમર્પણ અને ભૂખ્યાને ભોજન કરાવવાના સંકલ્પથી જલારામ બાપાએ સમાજને બતાવ્યો માનવતાનો સાચો માર્ગ : જલારામ બાપાનું જીવનચરિત્ર : બાળપણથી મહાન સંત બનવા સુધીની દિવ્ય યાત્રા લગ્નજીવન : વીરબાઈ માતાનું અદ્વિતીય સમર્પણ ગુરુ ભોજલરામ બાપાનું માર્ગદર્શન અને રામમંત્રની દીક્ષા સદાવ્રતની સ્થાપના : જીવનનો સૌથી મોટો સેવાયજ્ઞ વીરબાઈ માતાની કસોટી : ત્યાગ અને સમર્પણની અમર ગાથા જલારામ બાપાના જીવનનો મુખ્ય સંદેશ : ભક્તિ સાથે સેવા જીવનના અંતિમ વર્ષો : રામભક્તિ અને સેવામય જીવન અંતિમ સંદેશ : જ્યાં સેવા છે ત્યાં જ સાચી ભક્તિ છે!

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ભક્તિ, શ્રદ્ધા અને સેવાના સાક્ષાત્ પ્રતીક સંત શ્રી જલારામ બાપા... સોમવાર,૧૬મી નવેમ્બર, ૨૦૨૬, કારતક સુદ સાતમ વિક્રમ સંવત ૨૦૮૩ - જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ.
ભારત ની પવિત્ર સંત પરંપરામાં અનેક સંતો અને મહાત્માઓએ પોતાના તપ, ત્યાગ, ભક્તિ અને સેવાકાર્યથી માનવ જીવનને નવી દિશા આપી છે .
આ દિવ્ય પરંપરામાં સૌરાષ્ટ્રની પાવન ધરતી પર જન્મેલા સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાનું નામ અત્યંત આદર અને શ્રદ્ધા સાથે લેવામાં આવે છે. ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને માનવતાના સાચા ઉપાસક એવા જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન પરોપકાર, અન્નદાન અને નિઃસ્વાર્થ સેવાકાર્ય માટે સમર્પિત કર્યું હતું. તેમના જીવનનો દરેક પ્રસંગ ભક્તિ, ત્યાગ, સમર્પણ અને કરુણાની અનોખી ગાથા છે.
જલારામ બાપાએ સમાજને સમજાવ્યું કે સાચો ધર્મ માત્ર મંદિરોમાં પૂજા-અર્ચના કરવા પૂરતો સીમિત નથી, પરંતુ કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, દુઃખીના દુઃખમાં સહભાગી બનવું અને જરૂરિયાતમંદને મદદરૂપ થવું એજ ઈશ્વરની સાચી સેવા છે. વીરબાઈ માતાના અદ્વિતીય સહયોગથી તેમણે શરૂ કરેલો સેવાયજ્ઞ આજે પણ લાખો લોકો માટે પ્રેરણાનું અખંડ ઝરણું બની રહ્યો છે.
કારતક સુદ સાતમનો પવિત્ર દિવસ એટલે જલારામ બાપાની જન્મજયંતિ. આ પાવન અવસરે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા ભક્તજનો બાપાના ચરણોમાં શીશ ઝુકાવી તેમની ભક્તિ, સેવા અને માનવતાના આદર્શોને યાદ કરે છે. આવો, સંત શ્રી જલારામ બાપાના પવિત્ર જીવનની સફર, તેમની અખૂટ રામ ભક્તિ, વીરબાઈ માતાના સમર્પણ અને માનવસેવાના મહાન સંકલ્પને જાણીએ તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈને માનવતાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરીએ.
હિન્દુ પંચાંગ પ્રમાણે દર વર્ષે કારતક સુદ સાતમના દિવસે સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યો અને વિદેશો માં વસતા જલારામ બાપાના ભક્તો માટે વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે મંદિરોમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો શરૂ થાય છે. બાપાની મૂર્તિ અને મંદિરોને ફૂલો, તોરણો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવેલ છે. મંગળા આરતી, પૂજા-અર્ચના, ભજન-કીર્તન, રામધૂન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અનેક સ્થળોએ ભક્તો દ્વારા શોભાયાત્રા, અન્નદાન, ગરીબોને ભોજન, અનાજ વિતરણ અને સેવાકીય પ્રવળત્તિઓ યોજવામાં આવે છે. જલારામ બાપાના ભક્તો આ દિવસે પોતાના ઘરોમાં પણ દીપ પ્રગટાવી, બાપાનું સ્મરણ કરી પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે. આ દિવસનો સૌથી મોટો સંદેશ એ છે કે ભગવાન ની ભક્તિ માત્ર પૂજા અને પાઠથી જ નહીં, પરંતુ નિઃસ્વાર્થ માનવસેવા દ્વારા પણ કરી શકાય છે.
જન્મજયંતિના દિવસે ખાસ કરીને વીરપુરમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળે છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં,ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાનાં દર્શન માટે પહોંચે છે. અહીંનું મંદિર અને અન્નક્ષેત્ર જલારામ બાપાની સેવા પરંપરાની જીવંત ઓળખ છે.
જલારામ બાપાનું જીવનચરિત્ર : બાળપણથી મહાન સંત બનવા સુધીની દિવ્ય યાત્રા
સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈ.સ. ૧૭૯૯માં સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં કારતક સુદ સાતમના પવિત્ર દિવસે થયો હતો. તેમનો જન્મ લોહાણા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપાનાં માતા રાજબાઈ ધાર્મિક, શ્રદ્ધાળુ અને અત્યંત સેવાભાવી હતાં. તેમના ઘરમાં સાધુ-સંતોનું આવાગમન રહેતું અને માતા રાજબાઈ સાધુ-સંતોને ભોજન કરાવી તેમની સેવા કરવામાં આનંદ અનુભવતાં હતાં. માતા રાજબાઈના જીવનમાં દયા, કરુણા, પરોપકાર અને ધર્મભાવનાનું વિશેષ સ્થાન હતું. બાળપણથી જ જલારામ બાપાએ માતાના આ સંસ્કારો આત્મસાત કર્યા હતા. એવું કહેવાય છે કે નાનપણથી જ જલારામ બાપા ભગવાન શ્રીરામનું નામ સ્મરણ કરતા અને સાધુ-સંતોની સેવા કરવામાં વિશેષ રસ ધરાવતા હતા. તેમના બાળપણના સંસ્કારો જ આગળ જતાં તેમના મહાન સેવાકાર્યનો પાયો બન્યા.
બાળપણથી જ ભગવાન શ્રીરામ પ્રત્યે અખૂટ શ્રદ્ધા :
જલારામ બાપાનું મન બાળપણ થી જ આધ્યાત્મિક પ્રવળત્તિઓ તરફ આકર્ષાયેલું હતું. અન્ય બાળકોની જેમ સાંસારિક રમતો અને મોજશોખ કરતાં ભગવાનનું નામ સ્મરણ, ભજન અને સાધુ-સંતોની સેવા તેમને વધુ ગમતી હતી. તેમના જીવન સાથે જોડાયેલી પરંપરાગત કથાઓમાં એક સંતના આગમનનો પ્રસંગ પણ વર્ણવાય છે. આ પ્રસંગ બાદ જલારામ બાપાની રામ ભક્તિ વધુ પ્રબળ બની અને તેઓ સતત ‘સીતારામ'ના નામનો જાપ કરવા લાગ્યા હતા. તેમની શ્રદ્ધા માત્ર શબ્દો પૂરતી મર્યાદિત નહોતી. તેમના જીવનનો દરેક વ્યવહાર ભગવાન પ્રત્યેના વિશ્વાસ અને માનવસેવાની ભાવનાથી પ્રેરિત હતો.
જલાબાપાનું લગ્નજીવન : વીરબાઈ માતાનું અદ્વિતીય સમર્પણ
જલારામ બાપાનાં લગ્ન વીરબાઈ માતા સાથે થયાં હતાં. વીરબાઈ માતા પણ ધાર્મિક, સંસ્કારી અને સેવાભાવી સ્વભાવ ધરાવતાં હતાં, પરંતુ જલારામ બાપાનું મન સંસાર કરતાં ભક્તિ અને સેવાકાર્યમાં વધારે લાગતું હતું, તેમ છતાં વીરબાઈ માતાએ તેમના જીવનના આ પવિત્ર માર્ગને સમજીને સંપૂર્ણ સાથ આપ્યો. જલારામ બાપાએ જ્યારે સાધુ-સંતોની સેવા અને ગરીબોને ભોજન કરાવવાનું કાર્ય શરૂ કર્યું ત્યારે વીરબાઈ માતાએ ઘરનાં કામકાજની સાથે આ સેવાકાર્યમાં પણ પોતાનું યોગદાન આપ્યું. જલારામ બાપાના જીવનમાં વીરબાઈ માતાનું સ્થાન માત્ર જીવનસાથીનું નહોતું, પરંતુ તેઓ તેમના સેવાયજ્ઞનાં સાચાં સહયોગી હતાં.
ગુરુ ભોજલરામ બાપાનું માર્ગદર્શન અને રામ મંત્રની દીક્ષા :
જલારામ બાપાના આધ્યાત્મિક જીવનમાં ફતેહપુરના સંત ભોજલરામ બાપાનું વિશેષ સ્થાન હતું. પરંપરાગત જીવનચરિત્રો અનુસાર જલારામ બાપાએ ભોજલરામ બાપાને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. ગુરુ પાસેથી તેમને રામનામનો મંત્ર, જપમાળા અને આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ગુરુના આશીર્વાદથી જલારામ બાપાની ભક્તિ વધુ દૃઢ બની, તેમણે ભગવાન શ્રીરામને પોતાના આરાધ્ય માન્યા અને જીવનભર રામનામના સ્મરણ સાથે માનવસેવાને જ જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું.
સાધુ-સંતોની સેવા માટે વ્યવસાયથી અલગ થવાનો નિર્ણય : જલારામ બાપા શરૂઆતમાં પોતાના પરિવારના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ તેમનું મન વેપાર કરતાં સાધુ-સંતો અને ગરીબોની સેવા કરવામાં વધારે લાગતું હતું. તેઓ જરૂરિયાતમંદોને મદદ કરતા અને સાધુ-સંતોને ભોજન તથા જરૂરી સામગ્રી આપતા હતા. તેમની ઉદારતાને કારણે પરિવારના વ્યવસાયમાં મુશ્કેલી ઊભી થતી હોવાની વાતો પણ જીવનચરિત્રોમાં મળે છે. આખરે તેમણે સાંસારિક વ્યવસાય કરતાં ભક્તિ અને સેવાકાર્યનો માર્ગ પસંદ કર્યો. તેમના કાકા વાલજીભાઈએ પણ તેમને અને વીરબાઈ માતાને પોતાના ઘરે રહેવા માટે સહકાર આપ્યો હતો. આ નિર્ણય તેમના જીવન ની મહત્ત્વપૂર્ણ દિશા બની ગયો. ત્યારથી તેમનું સમગ્ર જીવન પરોપકાર અને રામ ભક્તિ માટે સમર્પિત થતું ગયું.
સદાવ્રતની સ્થાપના : જીવનનો સૌથી મોટો સેવાયજ્ઞ :
જલારામ બાપાના જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય એટલે સદાવ્રતની સ્થાપના, ઈ.સ. ૧૮૨૦માં તેમણે વીરપુર ખાતે સદાવ્રત શરૂ કર્યું હતું. સદાવ્રત એટલે એવું અન્નક્ષેત્ર જ્યાં કોઈપણ ભૂખ્યા વ્યક્તિને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે. અહીં જાતિ, ધર્મ, સંપ્રદાય કે અમીર-ગરીબનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નહોતો. આ સેવાકાર્યમાં વીરબાઈ માતાએ પણ બાપાને અદભુત સાથ આપ્યો હતો. આજે પણ વીરપુરમાં આ અન્ન સેવાની પરંપરા જલારામ બાપાની યાદને જીવંત રાખે છે.
વીરબાઈ માતાની કસોટી : ત્યાગ અને સમર્પણની અમર ગાથા
સાધુના વેશમાં આવેલ ભગવાને બાપા સમક્ષ એવી ઇચ્છા વ્યક્ત કરી કે તેમની સેવા માટે વીરબાઈ માતાને પોતાની સાથે મોકલવામાં આવે. આ સાંભળીને સામાન્ય માણસ માટે આヘર્યજનક પરિસ્થિતિ ઊભી થઈ હોત, પરંતુ જલારામ બાપા અને વીરબાઈ માતા બંન્નેએ સાધુ સેવાને સર્વોપરી માની. વીરબાઈ માતાએ પણ પતિના સેવા ભાવને સમજીને સાધુ સાથે જવાની તૈયારી દર્શાવી. થોડા આગળ ગયા પરંતુ ભગવાને પણ ભાગવાનો વારો આવ્યો. અભી ભગવાનના વેશમાં આવેલ સાધુએ વીરબાઈ માતાને એક ઝોળી અને ધોકો આપ્યાં અને દિવ્ય સંદેશ આપીને તેમને પરત મોકલ્યાં. આજે પણ વીરપુરમાં જલારામ બાપાની ઝોળી અને ધોકો ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલા પવિત્ર સ્મળતિ ચિホો તરીકે ઓળખાય છે. આ પ્રસંગ જલારામ બાપા અને વીરબાઈ માતાના અડગ વિશ્વાસ, ત્યાગ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે.
જલારામ બાપા સાથે જોડાયેલા ચમત્કારો અને લોકશ્રદ્ધા :
જલારામ બાપાના જીવન સાથે અનેક ચમત્કારોની લોકકથાઓ જોડાયેલી છે. તેમના ભક્તો માને છે કે બાપા પાસે આવનાર કોઈપણ વ્યક્તિ નિરાશ થઈને પાછી જતી નહોતી. તેમના જીવનની અનેક કથાઓમાં ભગવાન શ્રીરામની કળપા, સાધુ-સંતોની સેવા અને જરૂરિયાતમંદોની મુશ્કેલીઓ દૂર કરવાના પ્રસંગોનું વર્ણન મળે છે.
રામનામમાં અખંડ શ્રદ્ધા : જલારામ બાપા દરેક કાર્ય ભગવાન શ્રીરામને સમર્પિત કરતા હતા. તેઓ પોતાને કોઈ મહાન વ્યક્તિ કે ચમત્કાર કરનાર સંત તરીકે નહીં, પરંતુ ભગવાનના સેવક તરીકે જોતા હતા. તેમના જીવન માં ‘સીતારામ'નો જાપ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સતત કેન્દ્રસ્થાને રહ્યાં હતાં.
ધર્મ અને જાતિના ભેદભાવથી ઉપર માનવતા :
જલારામ બાપાની વિશેષતા એ હતી કે તેમની પાસે આવનાર વ્યક્તિની જાતિ કે ધર્મ પૂછવામાં આવતો નહોતો. ભૂખ્યા માણસને ભોજન આપવું એ જ તેમનો ધર્મ હતો. તેમની આ ઉદારતા અને નિઃસ્વાર્થ સેવાના કારણે હિન્દુ, મુસ્લિમ સહિત વિવિધ સમાજના લોકોમાં પણ તેમના પ્રત્યે શ્રદ્ધા વધતી ગઈ.
ભક્તોની મુશ્કેલીઓમાં સહારા : અનેક દુઃખી અને મુશ્કેલીમાં મુકાયેલા લોકો જલારામ બાપા પાસે આશીર્વાદ લેવા આવતા હતા. બાપા તેમને ભગવાન શ્રીરામનું સ્મરણ કરવા અને હિંમત રાખવાની પ્રેરણા આપતા હતા. તેમના ભક્તો આ પ્રસંગોને બાપાની કળપા અને આધ્યાત્મિક શક્તિ સાથે જોડે છે.
જલારામ બાપાના જીવનનો મુખ્ય સંદેશ : ભક્તિ સાથે સેવા
જલારામ બાપાએ પોતાના જીવન દ્વારા સાબિત કર્યું કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવવાથી કે ધાર્મિક વિધિઓ કરવાથી જ પૂર્ણ થતી નથી, જ્યારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન મળે, કોઈ દુઃખી વ્યક્તિને સહારો મળે અને કોઈ જરૂરિયાતમંદના જીવનમાં આશાનું કિરણ પ્રગટે, ત્યારે જ માનવતાની સાચી સેવા થાય છે. તેમના જીવનમાં ભગવાન શ્રીરામની ભક્તિ અને માનવસેવા એકબીજા થી અલગ નહોતાં. તેઓ દરેક જીવમાં ઈશ્વરનું સ્વરૂપ જોતા અને દરેકની સેવા કરવામાં આનંદ અનુભવતા હતા.
જીવનના અંતિમ વર્ષો : રામભક્તિ અને સેવામય જીવન
જલારામ બાપાએ જીવનનાં અંતિમ વર્ષો પણ ભગવાન શ્રીરામના સ્મરણ અને માનવસેવામાં વિતાવ્યાં હતાં. તેમની પાસે આવતા સાધુ-સંતો, ગરીબો, મુસાફરો અને જરૂરિયાતમંદોની સેવા જીવનના અંતિમ સમય સુધી ચાલુ રહી હતી. તેમણે કયારેય પોતાના સેવાકાર્યનો પ્રચાર કે પ્રસિદ્ધિ મેળવવાની ઇચ્છા રાખી નહોતી. તેમનું સમગ્ર જીવન નિઃસ્વાર્થ ભાવનાનું ઉદાહરણ બની રહ્યું.
ઈ.સ. ૧૮૮૧માં વીરપુર ખાતે જલારામ બાપાએ દેહત્યાગ કર્યો હતો. તેમના દેહત્યાગથી ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ હતી, પરંતુ તેમના વિચારો, ઉપદેશો અને સેવાકાર્યની પરંપરા આજે પણ જીવંત છે. સંત શ્રી જલારામ બાપાનું પવિત્ર જીવન આપણને માનવતા, ભક્તિ અને પરોપકારના અનેક અમૂલ્ય પાઠ શીખવે છે. તેમના જીવનનો પ્રથમ અને સૌથી મહત્ત્વનો સંદેશ અન્નદાન છે, એટલે કે કોઈ વ્યક્તિ ભૂખી ન રહે તે માટે યથાશક્તિ પ્રયત્ન કરવો. બીજો સંદેશ માનવતાનો છે, જેમાં જાતિ, ધર્મ કે ઊંચ-નીચના ભેદભાવ વગર દરેક વ્યક્તિ સાથે સમાનતા, પ્રેમ અને આદરપૂર્વક વર્તવાની પ્રેરણા મળે છે. ત્રીજી શીખ ભગવાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાની છે. જે જીવનની દરેક પરિસ્થિતિમાં આપણને સાચો માર્ગ બતાવે છે. ચોથી શીખ નિઃસ્વાર્થ સેવાની છે, જેમાં કોઈપણ જાતની અપેક્ષા કે સ્વાર્થ વગર જરૂરિયાતમંદની મદદ કરવી એજ સાચી માનવતા છે. જ્યારે પાંચમી અને અંતિમ શીખ સમર્પણની છે, જેમાં પોતાના જીવનમાં સદ્કાર્યો, પરોપકાર અને સમાજસેવાને હંમેશાં પ્રાથમિકતા આપવી જોઈએ. આમ, જલારામ બાપાનું જીવન આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર ભગવાનનું નામ સ્મરણ કરવામાં જ નહીં, પરંતુ માનવસેવા અને પરોપકાર દ્વારા પણ સાકાર થાય છે. ભૂખ્યાને ભોજન, દુઃખીને સહારો અને દરેક જીવ પ્રત્યે પ્રેમભાવ ラ એજ જલારામ બાપાના જીવનનો અમૂલ્ય સંદેશ છે.
અંતિમ સંદેશ : જ્યાં સેવા છે ત્યાં જ સાચી ભક્તિ છે!
સંત શ્રી જલારામ બાપાનું જીવન આપણને એક મહાન સંદેશ આપે છે કે ધર્મનું સાચું સ્વરૂપ માનવતામાં રહેલું છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે માત્ર પૂજા-પાઠ જ નહીં, પરંતુ જરૂરિયાતમંદની સેવા, ભૂખ્યાને ભોજન અને દુઃખીના આંસુ લૂછવાની ભાવના પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. જલારામ બાપાએ પોતાનું આખું જીવન આ જ વિચારધારાને સમર્પિત કર્યું હતું. વીરબાઈ માતાના સહયોગથી શરૂ થયેલો તેમનો સેવાયજ્ઞ આજે પણ અસંખ્ય લોકો માટે પ્રેરણારૂપ છે.
તેમની જન્મજયંતિએ આપણે સૌ એક સંકલ્પ કરીએ કે જીવનમાં શકય તેટલી માનવસેવા કરીશું. ભૂખ્યાને ભોજન કરાવીશું અને સમાજમાં પ્રેમ, એકતા તથા ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવીશું. કારણ કે જલારામ બાપાના જીવનનો એક જ મહાન સંદેશ છે ラ સેવા એ જ ધર્મ, માનવતા એ જ સાચી ભક્તિ (૩૬.ર)
જય જલારામ બાપા....
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
