તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 10th November 2026
દિવાળી બાદ ગુજરાતની હવામાં ઝેર: વડોદરામાં AQI ૧,૧૨૮ અને અમદાવાદમાં ૩૨૦ પાર પહોંચ્યો
ફટાકડાના ધુમાડાથી રાજ્યના મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ, શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા નાગરિકોમાં ભારે ચિંતા

અમદાવાદ : દિવાળીના તહેવાર દરમિયાન મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવવાને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જેમ હવે ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર ખરાબ સ્તરે પહોંચી ગયું છે, જેનાથી નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર ખરાબ સ્તરે પહોંચી ગયું છે, તહેવારોના સમય દરમિયાન મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવવાને કારણે રાજ્યના મોટા શહેરોની હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિવાળી અને તહેવારોના પર્વ પર અમદાવાદ શહેરમાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ હતી, જ્યાં શહેરના પીરાણા અને દાણીલીમડા વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૦ ને પાર પહોંચી ગયો હતો. આ સિવાય ચાંદખેડા અને સાબરમતીમાં AQI ૨૮૦ થી ૨૯૫ ની વચ્ચે નોંધાયો હતો, જ્યારે ઓઢવ, નરોડા અને સરસપુરમાં AQI ૨૭૦ થી ૨૯૦ ની વચ્ચે રહ્યો હતો, તેમજ સેટેલાઈટ અને બોડકદેવ જેવા પોશ વિસ્તારોમાં પણ AQI ૨૧૦ થી ૨૩૫ સુધી નોંધાતા શહેરમાં હાનિકારક PM2.5 પ્રદૂષણનું પ્રમાણ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે.
અમદાવાદ ઉપરાંત વડોદરા શહેરમાં તો દિવાળીએ હવા પ્રદૂષણનો આજ સુધીનો તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે અને રાજ્યમાં સૌથી વધુ AQI અકલ્પનીય રીતે ૧૧૨૮ પર પહોંચી ગયો હતો, જે વડોદરાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ AQI છે. આ સાથે જ વડોદરામાં સામાન્ય કરતા ૧૦ ગણું વધારે હવા પ્રદૂષણનું સ્તર નોંધાતા લોકો માટે શ્વાસ લેવું મુશ્કેલ બન્યું હતું, જોકે રાહતની વાત એ રહી કે અનુકૂળ પરિસ્થિતિને કારણે આગામી ૧૨ કલાકમાં જ AQI ઘટીને ફરી ૧૫૧ પર આવી ગયો હતો, છતાં તહેવારોની ખુશી વચ્ચે પ્રદૂષણનું આ ભયાનક સ્તર પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બંને માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે.
આ અગાઉ પણ તહેવારોની મોસમમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પ્રશાસન દ્વારા ગ્રીન ફટાકડા અને નિયત સમયમર્યાદાના આદેશો આપવામાં આવ્યા હતા, પરંતુ જમીની હકીકત દર્શાવે છે કે કડક અમલીકરણ વિના સ્થિતિ સુધરવી મુશ્કેલ છે. આગામી સમયમાં પર્યાવરણ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રદૂષણના આ સ્તર પર કાબૂ મેળવવા તેમજ નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે વધુ સઘન પગલાં લેવાય તેવી પ્રબળ સંભાવના છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
