<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

અમદાવાદમાં ભાઈ બીજના દિવસે આખો દિવસ બહેનો AMTS બસોમાં સંપૂર્ણ નિઃશુલ્ક (ફ્રી) મુસાફરી કરી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરની બહેનોને એક અનોખી અને વિશેષ ભેટ આપવામાં આવી

અમદાવાદમાં આજરોજ ભાઈ-બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધના પ્રતિક સમું ભાઈબીજનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. આ ખાસ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરની બહેનોને એક અનોખી અને વિશેષ ભેટ આપવામાં આવી છે.

ભાઈ બીજના દિવસે  આખો દિવસ બહેનો AMTS બસોમાં સંપૂર્ણ નિઃશુલ્ક (ફ્રી) મુસાફરી કરી શકશે. સામાન્ય રીતે દર વર્ષે રક્ષાબંધનના તહેવાર પર AMTS દ્વારા બહેનો માટે નિઃશુલ્ક મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે ભાઈબીજના પવિત્ર દિવસે પણ બહેનો માટે આ ખાસ યોજના અમલમાં મુકવામાં આવી છે.

તહેવારના દિવસે પોતાના ભાઈના ઘરે તિલક કરવા અને વિઝિટ માટે નીકળેલી બહેનોમાં આ નિર્ણયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ અને બહેનો AMTS બસ સેવાઓનો લાભ લઈ મુસાફરી કરતી નજરે પડી રહી છે. તંત્રના આ નિર્ણાયક પગલાથી મહિલા મુસાફરોમાં આનંદનો માહોલ છવાયો છે.

(1:19 PM IST)