તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
દિવાળીનો પ્રકાશ દીવાથી નહિ, કોઇના અંધકારમય જીવનમાં રોશની પ્રગટાવવાથી થાય છે, આ ઉક્તિ અનુપમસિંહ ગેહલોતે સાર્થક કરી બતાવી
સફાઈ કામદારો, વળદ્ધાશ્રમના વડીલો અને દિવાળીમાં જેમને સખ્ત ફરજના કારણે ઓફિસ બહાર ડોકિયું કરવાનો સમય ન મળ્યો તેવા નિષ્ઠાવાન સ્ટાફ પાસે પહોંચી અમદાવાદ સીપીએ મીઠાઈ આપી દિવાળી આ બધા સાથે ઉજવી જેમની ચોતરફ વિવિધ ટોચના મહાનુભાવો, ટોચના અધિકારીઓ ગોળ આસપાસ માખીઓ મંડરાઇ રહ્યા હોવા છતાં આ સિનિયર IPS સામાન્ય લોકોની ચિંતા કરવાનું ભૂલ્યા નહિ

રાજકોટ, તા.૧૩: તમારો રૂતબો રાજા જેવો હોય, તમારી આસપાસ સમાજના કહેવાતા હાઈ સોસાયટીના લોકો મધ આસપાસ માખીઓ મંડરાય તેમ મંડરાતા હોય, ગુજરાત પોલીસ તંત્રના ટોચના IPS અધિકારીઓથી લઈને GPS અધિકારીઓ સુધી સૌ કળપા મેળવવા તલપાપડ હોય, ત્યારે આવી વ્યક્તિની નજર ધરતી સામે નહીં, આસમાનમાં જ હોય.પણ આ વ્યક્તિ, અર્થાત આ IPS અધિકારી, જુદી માટીના છે. તેમનું વલણ અત્યંત માનવીય અભિગમવાળું છે.
આટલી પ્રસ્તાવના પછી ગુજરાતભરના મોટા ભાગના પોલીસ અધિકારીઓ હોય કે પોલીસ કોન્સ્ટેબલ, સમાજનો આમ આદમી હોય કે ખાસ આદમી, તુરંત સમજી ગયા હશે કે આ IPS અધિકારી એટલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત. તેમની કાર્યશૈલી સ્પષ્ટ છે - ફિલ્ડમાં રહેવું, લોકો સાથે ઘરોબો કેળવવો અને નાનામાં નાના માણસનો વિશ્વાસ જીતી, તેમના વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવળત્તિઓ, લુખ્ખાઓ વગેરે અંગે માહિતી મેળવી તેમને સાફ કરવા.ખૂબ વ્યસ્ત રહેતા આ અધિકારીને એક વિચાર આવ્યો કે, સફાઈ કામ કરતા કર્મચારીઓ પોતાની દિવાળી કેવી રીતે ઉજવતા હશે? તેમણે પ્રાથમિક માહિતી મેળવી, વિશાળ સંખ્યામાં ફરજ બજાવતા સ્ટાફ માટે ફટાકડા, મીઠાઈ વગેરેના બોક્સ તૈયાર કરી પોતાની જાતે વિતરણ કર્યું, ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા.આટલું જ નહીં, વર્ષોની પરંપરા મુજબ પોતાના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ વચ્ચે દીપોત્સવનો તહેવાર ઉજવવા પત્ની સંધ્યાબેન અને પુત્ર સાથે વળદ્ધાશ્રમ પહોંચી ગયા, અને આ દંપતીથી પરિચિત વડીલોની આંખો તેમજ અનુપમસિંહજી અને સંધ્યાબેનની આંખો પણ ભીની થઈ ગઈ.નારણપુરા સ્થિત જીવન સંધ્યા વળદ્ધાશ્રમ ખાતે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સહપરિવાર સાથે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વળદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે આત્મીયતાભર્યો સમય વિતાવી, તેમને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી તથા મીઠાઈનું વિતરણ કરી તહેવારની ખુશીઓ વહેંચી હતી.વાત અહીં પૂર્ણ થતી નથી. કંટ્રોલ રૂમ, કમાન્ડ સેન્ટરના પોલીસ સ્ટાફ દીપોત્સવી તહેવારમાં ફરજ છોડીને પરિવાર સાથે ખરીદી માટે જઈ શકયા નથી, તેવી અનુપમસિંહ ગેહલોતને જાણ થતાં આ તમામ સ્ટાફ માટે મીઠાઈ, ફટાકડા સાથે પોતે પહોંચી ગયા અને સહુને શુભેચ્છા સાથે તે આપ્યા, ત્યારે સહુનો આદર બેવડાઈ ગયો હતો. ‘‘દિવાળીની સાચી રોશની દીવાઓથી નહીં, પરંતુ કોઈના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરવાથી થાય છે.'' તે ઉક્તિ અનુપમસિંહ ગેહલોતના કિસ્સામાં યથાર્થ પુરવાર થયેલ છે
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
