<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

તમારા જેવી મા હોય એના કરતાં ન હોય એ સારું

દુષ્‍કર્મ આચરનાર પતિને છોડાવવા પહોંચેલી માતાને હાઈકોર્ટે લગાવી ફટકાર

અમદાવાદ,તા.૧૩: પોરબંદરમાં પિતાએ જ ૧૭ વર્ષીય સગીર દીકરી પર દુષ્‍કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે આરોપી પતિને બચાવવા માતાએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા સોગંદનામું રજૂ કર્યું હતું પરંતુ DNA રિપોર્ટમાં સત્‍ય બહાર આવતા ગુજરાત હાઈકોર્ટે માતાને કેવી આકરી ફટકાર લગાવી તે જાણવા આગળ વાંચો

પોરબંદર શહેરના મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી પિતા પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરતો એક અત્‍યંત ચોંકાવનારો અને હચમચાવી દેતો કિસ્‍સો સામે આવ્‍યો છે જેમાં એક નરાધમ પિતાએ પોતાની જ ૧૭ વર્ષીય સગીર દીકરી પર દુષ્‍કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી આ સમગ્ર મામલો જ્‍યારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્‍યો ત્‍યારે કોર્ટે પણ આ ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં લઈને આકરું વલણ અપનાવ્‍યું હતું.

મળતી માહિતી મુજબ પોરબંદરના મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા પર તેના જ પિતાએ દુષ્‍કર્મ આચર્યું હતું જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી આ મામલે મરીન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી.

જોકે આ કેસમાં ત્‍યારે નવો વળાંક આવ્‍યો જ્‍યારે આરોપી પિતાએ પોતાની પત્‍ની એટલે કે પીડિતાની માતાની સહમતીથી ગુજરાત હાઈકોર્ટમાં આ ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી આ અરજીના સમર્થનમાં માતાએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને એવો દાવો કર્યો હતો કે આવી કોઈ ઘટના બની જ નથી અને ફરિયાદ રદ કરવામાં આવે.

પરંતુ તપાસ દરમિયાન કરાવવામાં આવેલા DNA રિપોર્ટે સમગ્ર જૂઠાણાનો પર્દાફાશ કરી દીધો હતો DNA રિપોર્ટમાં સગીરાના ગર્ભના DNA આરોપી પિતા સાથે મેચ થયા હતા જેના કારણે મામલો વધુ ગંભીર બન્‍યો હતો બીજી તરફ સરકારી વકીલે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી પિતા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ ૧૬ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

તમામ પુરાવાઓ અને DNA રિપોર્ટને ધ્‍યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે આરોપી પતિને બચાવવા માટે ખોટું સોગંદનામું કરનાર માતા પર ભારે નારાજગી વ્‍યક્‍ત કરી હતી હાઈકોર્ટે માતાને આકરી ફટકાર લગાવતા કહ્યું હતું કે તમારા જેવી મા હોય એના કરતાં ન હોય એ સારું આ સાથે જ કોર્ટે આરોપી પિતાની ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી

(3:59 PM IST)