News of Saturday, 14th November 2026
લોક આસ્થાનું મહાપર્વ છઠ્ઠ પૂજાઃ સૂર્ય ઉપાસના, શ્રદ્ધા અને પરિવારની સુખાકારી માટે ચાર દિવસની કઠિન સાધના
૧૩ નવેમ્બરથી ૧૬ નવેમ્બર દરમિયાન ઉજવાય છે છઠ્ઠ મહાપર્વઃ કાલે અસ્તાચળે જતા સૂર્યદેવને અર્ઘ્ય અને સોમવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ સાથે પર્વની પૂર્ણાહુતિઃ છઠ્ઠ પૂજાની પૌરાણિક માન્યતાઓ અને ધાર્મિક કથાઓ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારતીય સંસ્કૃતિ માં પ્રકૃતિ ની ઉપાસના અને ધાર્મિક આસ્થા નું વિશેષ મહત્ત્વ ધરાવતું છઠ્ઠ મહાપર્વ નજીક આવી રહ્યું છે.
સૂર્યદેવ અને છઠ્ઠી મૈયા ને સમર્પિત આ ચાર દિવસીય પવિત્ર પર્વ માં ભક્તો પરિવાર ની સુખાકારી, સંતાનના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે કઠિન વ્રત, ઉપવાસ અને પૂજા-અર્ચના કરે છે. નાહી-ખાય થી શરૂ થતું આ પર્વ ખર ના, સંધ્યા અર્ઘ્ય અને ઉષા અર્ઘ્ય ની ધાર્મિક પરંપરા સાથે પૂર્ણ થાય છે. બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશ-વિદેશમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ આ પર્વને ભારે ભક્તિભાવ અને ઉત્સાહથી ઉજવે છે. આવો જાણીએ છઠ્ઠ પૂજાની તારીખો, ચાર દિવસ ની વિધિઓ, પૌરાણિક માન્યતાઓ અને તેના ધાર્મિક મહત્ત્વ વિશે.
આ વર્ષે છઠ્ઠ પૂજા નું ચાર દિવસનું આયોજન
૧૩ નવેમ્બર, શુક્રવાર નાહીラ ખાય સ્નાન, ઘરની શુદ્ધિ અને સાત્વિક ભોજન સાથે પર્વનો પ્રારંભ.
૧૪ નવેમ્બર, શનિવાર ખરના ( લોહંડા ) આખો દિવસ ઉપવાસ અને સાંજે ગોળની ખીરનો પ્રસાદ ગ્રહણ.
૧૫ નવેમ્બર, રવિવાર સંધ્યા અર્ધ્ય અસ્ત થતા સૂર્યદેવને જળ અને દૂધથી અર્ઘ્ય અર્પણ.
૧૬ નવેમ્બર, સોમવાર ઉષા અર્ધ્ય અને પારણા ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય આપીને આશરે ૩૬ કલાકના નિર્જળ વ્રતની પૂર્ણાહુતિ.
છઠ્ઠ પૂજાના ચાર દિવસઃ દરેક દિવસની અલગ ધાર્મિક પરંપરા અને મહત્ત્વ
૧. નાહી-ખાયઃ પવિત્રતા અને શુદ્ધતાથી પર્વનો પ્રારંભઃ છઠ્ઠ પૂજા ના પ્રથમ દિવસ ને નાહી-ખાય કહેવામાં આવે છે, આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ વહેલી સવારે ઊઠીને સ્નાન કરે છે અને ઘર તથા રસોડા ની વિશેષ સફાઈ કરવામાં આવે છે , અનેક પરિવારો માં પવિત્ર નદી કે જળાશય માં સ્નાન કરવાની પરંપરા પણ છે.
આ દિવસે વ્રતધારી શુદ્ધ અને સાત્વિક ભોજન ગ્રહણ કરે છે , પરંપરાગત રીતે ભાત, ચણા ની દાળ અને કોળા નું શાક બનાવવામાં આવે છે, ભોજન બનાવતી વખતે સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે , આ દિવસનો મુખ્ય હેતુ શરીર, મન અને ઘરની શુદ્ધિ કરીને આગામી ત્રણ દિવસની કઠિન ઉપાસના માટે પોતાને તૈયાર કરવાનો છે.
૨. ખરના (લોહંડા): તપસ્યા અને સંયમનો દિવસઃ છઠ્ઠ પૂજા ના બીજા દિવસ ને ખરના અથવા લોહંડા કહેવામાં આવે છે.
આ દિવસે વ્રતધારી સવાર થી ઉપવાસ રાખે છે અને આખો દિવસ અન્ન-જળ ગ્રહણ કરતા નથી , સાંજ ના સમયે સૂર્યાસ્ત બાદ સૂર્યદેવ અને છઠ્ઠી મૈયા ની પૂજા કરવામાં આવે છે , ત્યાર બાદ ગોળની ખીર, ઘઉંની રોટલી અને અન્ય પરંપરાગત પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.
આ પ્રસાદ ભગવાન ને અર્પણ કર્યા બાદ વ્રતધારી તેને ગ્રહણ કરે છે અને પરિવાર ના સભ્યો તથા અન્ય ભક્તોમાં પણ વહેંચવામાં આવે છે.
ખરના બાદ આશરે ૩૬ કલાક નું કઠિન નિર્જળ વ્રત શરૂ થાય છે, જેમાં વ્રતધારી ઉષા અર્ઘ્ય પૂર્ણ થાય ત્યાં સુધી પાણી પણ ગ્રહણ કરતા નથી. આ ઉપવાસ છઠ્ઠ પૂજાની સૌથી વિશેષ અને કઠિન પરંપરાઓમાંની એક છે.
૩. સંધ્યા અર્ઘ્યઃ અસ્ત થતા સૂર્યદેવની વિશેષ ઉપાસનાઃ છઠ્ઠ પૂજા નો ત્રીજો દિવસ સૌથી મહત્ત્વપૂર્ણ દિવસો માંનો એક છે.
આ દિવસ કારતક સુદ છ ના નામે ઓળખાય છે, આ દિવસે સાંજના સમયે અસ્ત થતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે, વ્રતધારી મહિલા ઓ અને પુરુષો પરિવારજનો સાથે નદી, તળાવ કે અન્ય સ્વચ્છ જળાશયના કિનારે પહોંચે છે , પૂજાની સામગ્રી વાંસની ટોપલી અને સૂપમાં ગોઠવવામાં આવે છે, ત્યાર બાદ પાણી માં ઊભા રહીને સૂર્યદેવ ને જળ અને દૂધ થી અર્ઘ્ય આપવામાં આવે છે.
આ સમયે છઠ્ઠી મૈયાની આરાધના, લોક ગીતો, ભજનો અને વ્રતકથા નું પઠન કરવામાં આવે છે , સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.
અસ્ત થતા સૂર્ય ને અર્ઘ્ય આપવાની પરંપરા અત્યંત અનોખી છે , તે આપણ ને જીવન માં સફળતા અને શક્તિ આપનાર સૂર્યદેવ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની સાથે દરેક અવસ્થા નો આદર કરવાનું શીખવે છે.
૪. ઉષા અર્ઘ્યઃ ઉગતા સૂર્યને અર્ઘ્ય અને વ્રતની પૂર્ણાહુતિઃ છઠ્ઠ પૂજા ના ચોથા અને અંતિમ દિવસે વહેલી સવારે ઉષા અર્ઘ્ય આપવામાં આવે છે.
વ્રતધારી ઓ સૂર્યોદય પહેલાં જ પરિવારજનો સાથે ઘાટ પર પહોંચી જાય છે, સૂર્યોદય સમયે પાણી માં ઊભા રહીને ઉગતા સૂર્યદેવ ને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે, આ સમયે છઠ્ઠી મૈયાની પ્રાર્થના કરીને પરિવાર ની સુખ-શાંતિ, સંતાનના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માગવામાં આવે છે,
અર્ઘ્ય અને પૂજા પૂર્ણ થયા બાદ વ્રતધારી પ્રસાદ ગ્રહણ કરીને પારણાં કરે છે , આ સાથે લગભગ ૩૬ કલાક ના નિર્જળ ઉપવાસ ની પૂર્ણાહુતિ થાય છે અને ચાર દિવસ ના છઠ્ઠ મહાપર્વ નું સમાપન થાય છે.
છઠ્ઠ પૂજા ની પૌરાણિક માન્યતાઓ અને ધાર્મિક કથાઓ
૧. ભગવાન શ્રીરામ અને માતા સીતાની સૂર્ય ઉપાસના ૨. મહાભારતના કર્ણ અને સૂર્યદેવ ની ઉપાસના ૩. દ્રૌપદી અને પાંડવો ની સૂર્ય ઉપાસના ૪. છઠ્ઠી મૈયા અને ષષ્ઠી દેવી ની માન્યતા
છઠ્ઠ પૂજાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વઃ છઠ્ઠ પૂજા માં સૂર્યદેવ ની ઉપાસના નું વિશેષ મહત્ત્વ છે , સૂર્ય ને સમગ્ર સૃષ્ટિના જીવન, ઊર્જા, પ્રકાશ અને ચેતનાના આધાર તરીકે માનવામાં આવે છે , પૃથ્વી પર જીવન ટકાવી રાખવામાં સૂર્ય ની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
આ પર્વ દ્વારા મનુષ્ય પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે , પાણી, હવા, પ્રકાશ, અન્ન અને જીવન આપનાર કુદરતી શક્તિઓ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે.
છઠ્ઠ પૂજા નું બીજું મહત્ત્વ સંતાન ની સુખાકારી સાથે જોડાયેલું છે , માતા ઓ પોતાના બાળકો ના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત કરે છે , પરિવાર માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે , આ પર્વ માં મન ની શુદ્ધિ, આત્મસંયમ, ધીરજ, શ્રદ્ધા અને નિષ્ઠાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે.
છઠ્ઠ પૂજા નો અંતિમ સંદેશઃ પ્રકૃતિ ની આરાધના અને પરિવાર ના કલ્યાણ ની પ્રાર્થના
છઠ્ઠ મહાપર્વ આપણ ને માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં, પરંતુ જીવન જીવવા ની એક સુંદર દિશા પણ આપે છે.
સૂર્યદેવ ની ઉપાસના દ્વારા પ્રકાશ, ઊર્જા અને જીવન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થાય છે, છઠ્ઠી મૈયાની આરાધના દ્વારા સંતાન ના સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે , ચાર દિવસ સુધી ચાલતી આ પૂજા આપણ ને સ્વચ્છતા, શિસ્ત, સંયમ, ત્યાગ, પરિવાર ની એકતા અને પ્રકૃતિ પ્રત્યે આદર રાખવાનો સંદેશ આપે છે, અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપવાથી લઈ ને ઉગતા સૂર્ય નું સ્વાગત કરવા સુધીની આ ધાર્મિક પરંપરા જીવનની દરેક પરિસ્થિતિમાં શ્રદ્ધા અને આશા જાળવી રાખવાની પ્રેરણા આપે છે.
છઠ્ઠી મૈયા સૌના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જાળવી રાખે તથા દરેક સંતાનને સુખી, સ્વસ્થ અને દીર્ઘાયુષ્યપૂર્ણ જીવન આપે તેવી પ્રાર્થના.
જય છઠ્ઠી મૈયા! જય સૂર્યદેવ! સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ&
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
