તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
દાહોદમાં આસ્થાના નામે છેતરપિંડી: માત્ર 4,200 રૂપિયામાં હરિદ્વાર યાત્રા અને કથાની લાલચ આપી અનેક મહિલાઓ સાથે ઠગાઈ
યાત્રાની તારીખ નજીક આવતાં જ ઓફિસને તાળાં મારી દેવાયા:ઠગાઈનો ભોગ બનેલી મહિલાઓએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી

દાહોદમાં ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાના નામે મહિલાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 4,200 રૂપિયામાં હરિદ્વાર યાત્રા અને કથાની લાલચ આપીને ગોધરા રોડ પર આવેલી એક ઓફિસ દ્વારા અનેક મહિલાઓ પાસેથી નાણાં વસૂલવામાં આવ્યા હતા, પરંતુ યાત્રાની તારીખ નજીક આવતાં જ ઓફિસને તાળાં મારી દેવાયા હતા અને આયોજકોનો સંપર્ક ન થતાં મહિલાઓમાં ભારે રોષ ફેલાયો હતો. અંતે ઠગાઈનો ભોગ બનેલી મહિલાઓએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
