તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Saturday, 14th November 2026
ગાંધીનગરમાં ડિનર ડિપ્લોમસી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને સંગઠન માટે મહત્વપૂર્ણ મુલાકાત
તમામ મંત્રીઓ ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને ચારેય મહામંત્રીઓ હાજર :બેઠકમાં સરકારની કામગીરી, યોજનાઓના અમલીકરણ અને સંગઠનની સ્થિતિની સમીક્ષા : રાજકીય અટકળ તેજ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા,રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી બાદ રાત્રિભોજનમાં રાજ્યના તમામ મંત્રીઓ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી પણ હાજર રહ્યા હતા
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનું સૌથી મહત્વપૂર્ણ પાસું ગાંધીનગરમાં યોજાનાર રાત્રિભોજન હતું . મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે ડિનરનું આયોજન કરાયું હતું આ ડિનરનું આયોજન રાજકીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ રાત્રિભોજનમાં રાજ્યના તમામ મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાનનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન બંને માટે મહત્વપૂર્ણ બની શકે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાનારી ડિનર ડિપ્લોમસીમાં વડાપ્રધાન સાથે મંત્રીઓ અને સંગઠનના અગ્રણીઓની હાજરી રાજકીય ચર્ચાનો વિષય બની હતી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનના આગેવાનો સાથે રાત્રિભોજનમાં તમામ મંત્રીઓ ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને ચારેય મહામંત્રીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં સરકારની કામગીરી, યોજનાઓના અમલીકરણ અને સંગઠનની સ્થિતિની સમીક્ષા સાથે 2027 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
