તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
અમદાવાદમાં દિલજીત દોસાંજ પહેલા વિવાદ: 4 ગીતો સામે ચંદીગઢના પ્રોફેસરની ફરિયાદ:હાઈકોર્ટમાં જવાની ચીમકી
ચંદીગઢથી એક પ્રોફેસર ડૉ. પંડિતરાવ ધરેનવર ખાસ અમદાવાદ પહોંચ્યા:પ્રોફેસરે ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર સમક્ષ એક વિધિવત ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં યોજાનારા જાણીતા ગાયક દિલજીત દોસાંજના કાર્યક્રમ પહેલાં ચંદીગઢથી ખાસ અમદાવાદ આવેલા એક પ્રોફેસર ડૉ. પંડિતરાવ ધરેનવરે કલાકારના 4 વિવાદિત ગીતો સામે ગંભીર વાંધો ઉઠાવીને ઉચ્ચ સ્તરે ફરિયાદ નોંધાવી છે. તેમણે ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને કરેલી રજૂઆતના આધારે પોલીસ કમિશનરે મોટેરા પોલીસ મથકને તપાસ સોંપતાં તંત્ર દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
અમદાવાદ ખાતે યોજાનારા જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંજના મ્યુઝિક કોન્સર્ટ પહેલાં ચંદીગઢથી એક પ્રોફેસર ડૉ. પંડિતરાવ ધરેનવર ખાસ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ આવીને પ્રોફેસરે ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર સમક્ષ એક વિધિવત ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે દિલજીતના 4 વિવાદિત ગીતો સામે આકરો વાંધો ઉઠાવ્યો છે.
પ્રોફેસરે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે કોન્સર્ટ દરમિયાન જો દિલજીત દ્વારા નશો કરવા તેમજ ડ્રગ્સ જેવા દૂષણોને પ્રોત્સાહન આપતાં ગીતો ગાવામાં આવશે તો તેની સમાજના સગીરો અને યુવા પેઢી પર અત્યંત ગંભીર તેમજ ખરાબ અસર પડી શકે છે. તેથી આવા ગીતો પર કડક નિયંત્રણ મૂકવું ખૂબ જરૂરી છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
