<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ડાંગમાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં કૉંગ્રેસનો તંત્ર સામે વિરોધ:ભાજપના જ નેતાઓને સ્થાન અપાતું હોવાનો પણ આરોપ

જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને તાલુકા સભ્ય રાકેશ પવારે ચૂંટાયેલા કૉંગ્રેસી પ્રતિનિધિઓને આમંત્રણ ન અપાતું હોવાનો આક્ષેપ કર્યો

ડાંગમાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં કૉંગ્રેસે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને તાલુકા સભ્ય રાકેશ પવારે ચૂંટાયેલા કૉંગ્રેસી પ્રતિનિધિઓને આમંત્રણ ન અપાતું હોવાનો આક્ષેપ કર્યો છે. સરકારી કાર્યક્રમોમાં ભાજપના જ નેતાઓને સ્થાન અપાતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

મહત્વનું છે કે બે મહિના અગાઉ કલેક્ટરને રજૂઆત કરવા છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર ન થતાં કૉંગ્રેસે તંત્ર પર પ્રહાર કર્યા છે. તંત્ર ભાજપના એજન્ટની જેમ વર્તતું હોવાનો આક્ષેપ કરી આદિવાસી લોકપ્રતિનિધિઓના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો છે. જો અવગણના ચાલુ રહેશે તો ભગવાન બિરસા મુંડાની જેમ ‘ઉલ્ગુલાન’ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

(7:02 PM IST)