News of Saturday, 14th November 2026
ઘરની સાફ-સફાઈ કરી દે, હું તને રૂ.૧૦૦ આપીશઃ કહી આચર્યું દુષ્કર્મ
સુરતના અડાજણ પાલનપુર કેનાલ રોડ પર આવેલા SMC આવાસમાં માનવતાને શરમમાં નાખતી ઘટના સામે આવી નરાધમે માત્ર ૧૪ વર્ષ અને ૫ માસની સગીરાને ૧૦૦ રૂપિયાની લાલચ આપી સાફ સફાઈના બહાને પોતાના રૂમમાં બોલાવી હતી અને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું

સુરત,તા.૧૪: સુરત શહેરના અડાજણ પાલનપુર કેનાલ રોડ પર આવેલા લ્પ્ઘ્ આવાસમાં બનેલી એક અત્યંત સંવેદનશીલ અને હચમચાવી નાખતી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રોષની આગ ફેલાવી દીધી છે. માત્ર ૧૪ વર્ષ અને ૫ માસની નાની વયની સગીરાને એક નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ગંભીર માહિતી સામે આવી છે. આ મામલે અડાજણ પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘટનાની વિગતો અનુસાર, ગત ૧૦ નવેમ્બરના રોજ રાત્રે ૮ વાગ્યાના અરસામાં આરોપી મેહુલ પ્રવીણભાઈ પરમારે ૧૪ વર્ષીય કિશોરીને પોતાની જાળમાં ફસાવવા માટે એક ચાલ રમી હતી. આરોપીએ સગીરાને કહ્યું હતું કે, ‘‘અમારા ઘરે કોઈ નથી, તું મારા ઘરની સાફ-સફાઈ કરી દે, હું તને રુ. ૧૦૦ આપીશ.'' આ નાની એવી લાલચના બહાને સગીરા તેના રૂમમાં ગઈ હતી, જ્યાં આરોપીએ અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા નરાધમની જેમ તેની મજબૂરીનો લાભ લીધો હતો.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
