<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવાના મામલે પોલીસે છ આરોપીઓને ઝડપ્યા

આરોપીઓએ અંગત અદાવત રાખીને મૃતક અનિલભાઈ અને તેમના સાથીદાર નીલેશ પર લાકડાના ફટકા અને ઇલેક્ટ્રિક વાયર વડે જીવલેણ હુમલો કર્યો હતો

સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવાના ચકચારી મામલે ડિંડોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને છ આરોપીઓને ઝડપી પાડ્યા છે.ઘટનાની વિગતો મુજબ,આરોપીઓએ અંગત અદાવત રાખીને મૃતક અનિલભાઈ અને તેમના સાથીદાર નીલેશ પર લાકડાના ફટકા અને ઇલેક્ટ્રિક વાયર વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘાતકી હુમલામાં ગંભીર ઈજાઓને કારણે અનિલભાઈનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે નીલેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઈજાગ્રસ્ત નીલેશની ફરિયાદના આધારે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ તમામ છ હુમલાખોરોને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(8:11 PM IST)