News of Sunday, 15th November 2026
આદિવાસી અનામત બેઠકો પર ખોટા પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડનારાઓને ભાજપ મદદ નહીં કરે: જેઠા ભરવાડનું મોટું નિવેદન
શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું: આદિવાસી સમાજના હકો સાથે અન્યાય ન થવો જોઈએ તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

પંચમહાલ જિલ્લાના શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આદિવાસી અનામત બેઠકો પર ખોટા પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડતા ઉમેદવારોને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. ભગવાન બિરસા મુંડાની 151 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં તેમણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મુદ્દે સ્પષ્ટ વાત રજૂ કરી હતી. તેમના નિવેદનને પગલે રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બની શકે છે.
કાર્યક્રમ દરમિયાન જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે અનામત રાખવામાં આવેલી બેઠકો પર જો કોઈ વ્યક્તિ ખોટા પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરે છે, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે અનામત બેઠકોનો હેતુ આદિવાસી સમાજને રાજકીય પ્રતિનિધિત્વ આપવાનો છે અને તેનો લાભ ખોટા પ્રમાણપત્રના આધારે લેવો યોગ્ય નથી.
જેઠાભાઈ ભરવાડે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ આપણને મત આપતો હોય છે, ત્યારે તેમના માટે ફાળવવામાં આવેલી અનામત બેઠકો પર ખોટા પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડવી વ્યાજબી નથી. તેમણે આદિવાસી સમાજના હકો અને અનામત વ્યવસ્થાની જોગવાઈઓનું મહત્વ સમજાવતા આવા કિસ્સાઓ સામે પક્ષની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં આપવામાં આવેલા આ નિવેદનને આગામી ચૂંટણીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આદિવાસી અનામત બેઠકો પર ઉમેદવારી નોંધાવતી વખતે જાતિ પ્રમાણપત્રની માન્યતા અને તેની ચકાસણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ સમગ્ર મામલે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સ્ટેજ પરથી પોતાનું વલણ રજૂ કર્યું હતું.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
