<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

વડોદરામાં ભારતીય વાયુસેનાની સારંગ ટીમ દ્વારા એર શો: એકસાથે પાંચ સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટર સાથે આકાશમાં અદભુત કરતબ

વાયુસેનાની 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે આ એર શો યોજાયો:હેલિકોપ્ટરની વિવિધ રચનાઓ અને દિલધડક પ્રદર્શને આકાશમાં રોમાંચક દૃશ્યો સર્જ્યાં

વડોદરામાં ભારતીય વાયુસેનાની સારંગ ટીમ દ્વારા ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયુસેનાની ટીમે એકસાથે પાંચ સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટર સાથે આકાશમાં અદભુત કરતબ રજૂ કર્યા હતા. ભારતીય વાયુસેનાની 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે આ એર શો યોજાયો હતો. હેલિકોપ્ટરની વિવિધ રચનાઓ અને દિલધડક પ્રદર્શને આકાશમાં રોમાંચક દૃશ્યો સર્જ્યાં હતાં. આ કાર્યક્રમ દ્વારા યુવાનોને એવિએશન ક્ષેત્ર અને ભારતીય સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ પણ કરાયો હતો

(1:16 PM IST)