News of Monday, 9th November 2026
દિવાળીના ફટાકડાથી અમદાવાદની હવા પ્રદૂષિત:સોલા સ્ટેશન વિસ્તારમાં AQI 251 પર પહોંચ્યો
થલતેજમાં 248, હેબતપુરમાં 236, શિવાલિક લેકવ્યૂ પાસે 225 અને શાંતિગ્રામ પાસે 202 AQI નોંધાયો

અમદાવાદમાં દિવાળી બાદ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. ફટાકડાના ધુમાડાને કારણે શહેરનો સરેરાશ AQI 189 નોંધાયો છે, જ્યારે મેટ્રોસિટીના અનેક વિસ્તારોમાં AQI 200ને પાર થયો છે. સૌથી વધુ સોલા સ્ટેશન વિસ્તારમાં 251 AQI નોંધાયો છે. જ્યારે થલતેજમાં 248, હેબતપુરમાં 236, શિવાલિક લેકવ્યૂ પાસે 225 અને શાંતિગ્રામ પાસે 202 AQI નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે દિવાળીની રાત્રે શહેરનો AQI 600ને પણ પાર પહોંચી ગયો હતો. ફટાકડાના ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણ વધવાની સાથે શહેરમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
