તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 16th November 2026
અદાણી બાદ ગુજરાત એનર્જીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૫ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો
નવો ભાવ ૮૮.૭૬ થી વધીને ૯૩.૭૬ રૂપિયાઃ CNG ના ભાવ પેટ્રોલ-ડીઝલની નજીક પહોંચતા વાહનચાલકોને આર્થિક ફટકો

નવી દિલ્હી,તા.૧૬: અદાણી બાદ હવે ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ ૫ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. એક જ દિવસમાં ૫ રૂપિયાનો ભાવ વધારો લાગુ કરવામાં આવતા હવે ગુજરાત એનર્જીના ઘ્ફઞ્ ગેસનો ભાવ પ્રતિ કિલોએ ૮૮.૭૬ રૂપિયાથી વધીને ૯૩.૭૬ રૂપિયા પર પહોંચી જશે, અને આ નવો ભાવ વધારો રાત્રે ૧૨ વાગ્યા બાદથી લાગુ છે.
CNG થી ચાલતી કાર, રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા લોકોને હવે ગેસ ભરાવવા માટે અગાઉ કરતાં વધુ નાણાં ખર્ચવા પડશે. થોડા સમય પહેલા અદાણી દ્વારા પણ CNG ના ભાવમાં વધારો કરવામાં આવેલ. હવે દિવાળી બાદ ગુજરાત એનર્જી દ્વારા પણ ભાવ વધારો કરતા વાહનચાલકો પર સીધી અસર થવાની છે, હવે પેટ્રોલ અને CNG ના ભાવ લગભગ સમકક્ષ પહોંચી ગયા છે.
અગાઉ અદાણી ગેસ દ્વારા માત્ર ૧૩ દિવસના ટૂંકા ગાળામાં CNG ના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો.
કંપની દ્વારા ૨૩ ઓક્ટોબરે પ્રતિ કિલો ૪.૪૫ રૂપિયા અને ત્યારબાદ ૫ નવેમ્બરે ૨.૦૩ રૂપિયાનો વધારો કરવામાં આવતા અદાણી CNG નો ભાવ ૧૦૦ રૂપિયાની સપાટી વટાવીને પ્રતિ કિલો ૧૦૦.૭૭ રૂપિયા પર પહોંચી ગયો હતો.
ગુજરાતમાં CNG ના ભાવ વધારા પાછળના મુખ્ય કારણોમાં ગેસ ખરીદીના કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારો, નવા કૂવાના ગેસની અછત, પ્રાથમિકતા ધરાવતા ગેસની ઓછી ઉપલબ્ધતા, આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવોમાં અસાધારણ ઉછાળો, ઉત્પાદન ક્ષેત્રે પુરવઠાની મર્યાદાઓ, ભાવમાં સંતુલિત સુધારાની જરૂરિયાતઃ આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રાહકોને અવિરત પુરવઠો મળતો રહે તે સુનિヘતિ કરવા તેમજ ખરીદી ખર્ચના ભારણને આંશિક રીતે સરભર કરવા માટે કંપનીએ પોતે ખર્ચનો મોટો હિસ્સો જાતે નિર્વહન કર્યો છે, અને CNG ના ભાવમાં આ મર્યાદિત અને માપસરનો ફેરફાર કરવો જરૂરી બન્યો હોવાનું મનાય છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
