તા. ૧૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૭ મંગળવાર
News of Thursday, 12th November 2026
અમદાવાદમાં BRTS કોરિડોરમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી: સ્થળ પર જ 500 રૂપિયાનો દંડ
મનપા કમિશ્નરના આદેશ બાદ BRTS અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ખાસ ઝુંબેશ

અમદાવાદ શહેરમાં BRTS કોરિડોરમાં થતા જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કમિશ્નરના આદેશ બાદ BRTS અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સંયુક્ત કાર્યવાહી અંતર્ગત નિયમોનો ભંગ કરીને BRTS કોરિડોરમાં ગેરકાયદેસર રીતે વાહન હંકારતા ખાનગી વાહનચાલકોને રોકીને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત નિયમ ભંગ કરનાર દરેક વાહનચાલક પાસેથી સ્થળ પર જ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
