તા. ૧૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૭ મંગળવાર
News of Wednesday, 4th November 2026
મોટા મંડાળા ગામે નજીવી બાબતે બોરવેલના કારીગરે ટોમી મારી ઘર માલિકને ગંભીર ઇજા કરતા ફરિયાદ
અહીંયા બોરવેલનું કામ પુર્ણ થયેલ છે તો આગળ ગામમાં કોના ઘરે કામ કરવાના છો તેમ કહેતા કારીગરોએ કહ્યું મેનેજરને પૂછો અને માથકૂટ થઇ

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામે નજીવી બાબતે બોરવેલ ના કારીગરે ટોમી મારી ઘર માલિકને ઇજા કરતા માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર ફરિયાદ કરનાર ચીમનભાઇ ભુરાભાઇ વસાવા નાઓના ઘરે બોરવેલનુ કામ ચાલતુ હતુ જેથી તેઓ ત્યાં ગયેલ અને બોરવેલનુ કામ પુર્ણ થતા ફરીયાદીએ બોરવેલના અજાણ્યા કારીગરો પાસે જઈ પુછેલ કે, અહીંયા બોરવેલનું કામ પુર્ણ થયેલ છે તો આગળ ગામમાં કોના ઘરે કામ કરવાના છો તેમ કહેતા આ બે અજાણ્યા કારીગરોએ ફરીયાદીને જણાવેલ કે, અમોને નઇ પુછવાનુ મેનેજરને પુછવાનું તેમ કહેતા ફરીયાદીએ અજાણ્યા બે કારીગરોને કહેલ કે, મેનેજરને બોલાવો તેમ કહેતા તે બન્ને કારીગરો એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ઝગડો કરી માર મારવા લાગેલ જેમાંથી એક કારીગરે જમીન ઉપર પડી રહેલ ટોમી હાથમાં લઈ ફરીયાદીને માથામાં મારી દઈ ઈજા પહોંચાડેલ તેમજ આરોપી નંબર ૧. નાએ સિયોનના મોબાઇલ ફોન ઉપર ફોન કરી ફરીયાદીને કહેતો હતો કે, આજે કેમ મારા બોરવેલના કારીગરોને હેરાન કરતો હતો જો બીજીવાર હેરાન કરશે તો તને જીવતો નહી રેવા દઉં તેવી ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા દેડીયાપાડા પોલીસે નરોત્તમભાઈ જાતરભાઈ વસાવા( રહે. ખાબજી (ભરાડા) તા. ડેડીયાપાડા જી.નર્મદા) તથા બે અજાણ્યા શખ્શો (બોરવેલના કારીગરો ) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
