તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા પાસે પદયાત્રીઓના સંઘને આઇસર ચાલકે અડફેટે લીધા :એક પદયાત્રીનું મોત :8 ઘાયલ
આણંદથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને આઇસર ચાલકે અડફેટે લીધા: ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર અને લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આણંદથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક આઇસર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. 65થી વધુ પદયાત્રીઓનો સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર અને લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માત સર્જીને ફરાર થયેલા આઇસર ચાલકને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
