<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

સુરતના કતારગામ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી: ઊઠતી આગની જ્વાળાઓને પગલે ભયનો માહોલ

પીપલ્સ બેંક પાસે પાર્ક કરેલી કાર આગની લપેટમાં આવી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી

સુરતના કતારગામ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પીપલ્સ બેંક પાસે પાર્ક કરેલી કાર આગની લપેટમાં આવી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. કારમાંથી ઊઠતી આગની જ્વાળાઓને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે.

(6:36 PM IST)