<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

પતિના મોત બાદ આઘાતમાં અસ્થિર મગજના કારણે ક્યાંક જતી રહેલ મહિલાનો મૃતદેહ મળ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટી રાવલ ગામની સીમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે

     મળતી વિગતો અનુસાર રીનાબેન રાહુલભાઈ ચંપકભાઈ તડવી (રહે.અક્તેશ્વર, નીશાળ ફળીયુ,તા.ગરૂડેશ્વર) નાઓ એ પોલીસને જાણ કર્યા મુજબ મરનાર પદમાબેન વા/ઓ છોટુભાઈ છગનભાઈ પાટણવાડીયા( ઉ.વ.આ.૫૨)(. હાલ રહે. અક્તેશ્વર,નીશાળ ફળીયુ, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા,મુળ રહે.રાજપીપળા-સોનીવાડ,તા.નાંદોદ જી.નર્મદા )નાઓ પોતાના પતિ છોટુભાઈ નાઓ નું મોત થતા તેના આઘાતના કારણે છેલ્લા દશેક વર્ષથી અસ્થિર મગજ જેવા થઈ જતાં ગઈ તા.૦૨/૦૬/૨૦૨૫ના રોજ કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી ક્યાંક નીકળી ગયેલ હોઈ અને આજરોજ તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ મોટીરાવલ ગામની સીમમાં આવેલ નાળા પાસે મૃત હાલત માં મળી આવતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:45 PM IST)