News of Sunday, 8th June 2025
કરજણ ડેમના બાર વણઝાર કિનારે વડોદરાના બીથલીનો બાળક ડૂબી જતા સિવિલ બાદ સેગવા ખસેડાયો
એકજ પરિવારના લગભગ દસેક વ્યક્તિઓ કરજણ ડેમ તરફ સ્નાન કરવા આવ્યા ત્યારે આ 16 વર્ષીય બાળક ડૂબી જતા પરિવારમાં માતમ છવાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના કરજણ ડેમ માં સિકયુરિટી બાબતે અનેક સવાલ ઊભા થયા હતા અને ત્યાં આસપાસ લોકો બિન્દાસ ઘૂસી જતા હોવાના અહેવાલ અમે તાજેતરમાં જ પ્રસિદ્ધ કર્યા હતા ત્યારબાદ હજુ ત્યાં કોઈ ખાસ સિકયુરિટી મુકાઈ નથી ત્યારે આજરોજ સાંજના સમયે કરજણ ડેમના બાર વણજાર ગામના કિનારે વડોદરાથી આવેલા એક પરિવારનો બાળક ડૂબી જતાં તેને 108 મારફતે રાજપીપળા સિવિલમાં લાવવામાં આવ્યો હતો.ત્યારબાદ તેને સેગવા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
તેમના સંબંધીના જણાવ્યા મુજબ દસેક વ્યક્તિઓ બિથલીથી કરજણ ડેમ પર નહાવા આવ્યા હતા અને બધા સ્નાન કરતા હતા તે વેળા ત્યાં લીલ ના કરનાર પગ લપસી જતા ઊંડા પીણામાં ડૂબી ડૂબી ગયો હતો. ડૂબી જનાર રાજવીર કમલેશભાઈ વસાવા (૧૬) એ ધોરણ. ૯ ની પરીક્ષા આપી હાલ માં ધોરણ. ૧૦ માં આવ્યું હતો. રાજપીપળા પોલીસે આ બાબતે નોંધ લઈ આગની તપાસ હાથ ધરી છે.
આમ શનિવાર અને રવિવારની રજામાં કરજણ ડેમ તરફ અનેક લોકો ઘુસી જતા હોય છે જેમાં આવી દુખદ ઘટના બને છે ત્યારે ત્યાં ચારે તરફ સિકયુરિટી જરૂરી છે. જોકે ત્યાં ચેતવણી ના બોર્ડ પણ લાગ્યા છે માટે લોકો એ આ બાબતે નિયમોનું પાલન કરી તંત્ર ને સહકાર આપવો જરૂરી છે નહીં તો આવી ઘટના બને અને કોઈનો કુળદીપક ગુમાવવાનો વારો આવે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
