<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

છેલ્લા 15 વર્ષથી પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ચૂંટણી બહિષ્કાર: જ્યદેવપુરા ગામના લોકોએ કડી પેટાચૂંટણીમાં મિજાજ બતાવ્યો

ચૂંટણી ટાળે જ માત્ર વાયદાઓ કરવામાં આવે છે પણ નીભાવવામાં નથી આવતા...ચૂંટણી વખતે માત્ર વાયદા કરી નેતાઓ ચાલ્યા જતાં હોય છે, બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં આ વખતે રોષની લાગણી ફેલાઇ

કડી વિધાનસભાની પેટા ચુંટણીને લઇ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અનેક જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કડી વિધાનસભાની પેટા ચુંટણીને લઇ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પડતર પ્રશ્નોનાં મુદ્દે  જ્યદેવપુરા ગામગામના લોકોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લાં 15 વર્ષથી ગામના પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા ચૂંટણીમાં વોટ ન આપવાની સ્થાનિકોએ ચીમકી આપી છે. 

મહેસાણાના કડીની પેટા ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પડતર પ્રશ્નોનાં મુદ્દે જ્યદેવપુરા ગામના લોકોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લાં 15 વર્ષથી ગામના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા ચૂંટણીમાં વોટ નહિ આપવાની ચીમકી આપી છે. ચૂંટણી વખતે માત્ર વાયદા કરી નેતાઓ ચાલ્યા જતાં હોય છે, પરંતુ બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. અગાઉના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીને પણ પડતર પ્રશ્નોના મુદ્દે માહિતગાર કરવામાં આવ્યા હતા. ગામની સીમમાં ગાયકવાડ વખતના નેળિયામાં ગંદા પાણીનો નિકાલ કરવાની ગ્રામજનોએ રજૂઆત કરી હતી તેમજ રીસર્વેની સમસ્યાઓનું પણ નિરાકરણ ન આવતા લોકો પરેશાન છે. ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ અનેક ફરિયાદ કરી છતા કોઈ કાર્યવાહી ન થતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ચૂંટણી ટાળે જ માત્ર વાયદાઓ કરવામાં આવે છે પણ નીભાવવામાં નથી આવતા...ચૂંટણી વખતે માત્ર વાયદા કરી નેતાઓ ચાલ્યા જતાં હોય છે, બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં આ વખતે રોષની લાગણી ફેલાઇ છે. છેલ્લાં 15 વર્ષથી ગામના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, ગામની સીમમા ગાયકવાડ વખતના નેળિયામાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ગામ વાળાએ રજૂઆત કરી હતી. તેમજ રીસર્વેની સમસ્યાઓનું પણ નિરાકરણ ન આવતા લોકો પરેશાન હતા.ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ અનેક ફરિયાદ કરી છતા કોઈ કાર્યવાહી ન થતા હવે અમે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. પહેલા પડતર પ્રશ્નોનો ઉકેલ મળે પછી જ ચૂંટણીનું વિચારી શું... તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

(8:17 PM IST)