<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

સુરતમાં ઝેરી ગેસ ગળતર: બે કામદારોના કરુણ મોતથી હાહાકાર

સુરત, શનિવાર: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા સ્થિત મંગલમૂર્તિ બાયોકેમ ફેક્ટરીમાં ઝેરી ગેસ ગળતરની ગંભીર ઘટના બની છે. 

ફેક્ટરીમાં રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન થયેલા ગેસ ગળતરથી બે કામદારો, રાજન શર્મા (ઉત્તર પ્રદેશ) અને રાજન સિંગ (બિહાર) નામના યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. આ બંને કામદારો છેલ્લા બે વર્ષથી આ કંપનીમાં કાર્યરત હતા. 

ગેસની ઝેરી અસર થતાં જ તેમને તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનો જીવ ગયો હતો. 

આ ઘટનાને પગલે કોસંબા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ઘટનાઓ ઔદ્યોગિક સલામતી પર ફરી સવાલો ઉભા કરે છે.

(11:23 AM IST)