<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ : સૌથી વધુ વાલિયામાં 12 ઇંચ ખાબક્યો

સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણ અને નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદા અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે.જેની શરૂઆત સોમવારથી થઈ હતી. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. એમાં પણ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. ભરૂચના વાલિયામાં 11.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. સોમવારના રોજ ભરૂચ, તાપી, ભરૂચ, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થયો છે.

વાલિયામાં 11.7 ઈંચ, સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(5:00 PM IST)