<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

બોક્સ ઓફિસ પર ‘રામાયણ’નો તૂફાની ઇતિહાસ, ૧૦ દિવસમાં જ ‘જવાન’ અને ‘KGF 2’ને પછાડી દીધી

રણબીર કપૂર અને યશ અભિનીત ફિલ્મે વિશ્વભરમાં ₹૧,૨૨૮ કરોડની કમાણી કરી સાતમુ સ્થાન હાંસલ કર્યું

મુંબઈ : દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત પૌરાણિક મહાકાવ્ય ફિલ્મ ‘રામાયણ: રાઈઝ ઓફ અ લિજેન્ડ’ (Ramayana: Rise of a Legend) એ બોક્સ ઓફિસ પર દરરોજ નવા કીર્તિમાન સ્થાપિત કરીને તૂફાની રફતાર પકડી છે. ભગવાન શ્રીરામના પાત્રમાં રણબીર કપૂર, માતા સીતા તરીકે સાઈ પલ્લવી અને લંકાપતિ રાવણની ભૂમિકામાં યશના દમદાર અભિનયથી સજ્જ આ ફિલ્મે રિલીઝના બીજા શનિવારે એટલે કે તેના ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર જબરદસ્ત છલાંગ લગાવીને બધાને ચોંકાવી દીધા છે.

ટ્રેડ એનાલિસ્ટ પોર્ટલ 'સેકનિલ્ક' (Sacnilk) ના અહેવાલ મુજબ, ૫ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ૧૦મા દિવસે ભારતમાં રૂ. ૭૨.૯૦ કરોડની નેટ કમાણી કરી છે, જે શુક્રવાર (૯મા દિવસના રૂ. ૪૮.૧૦ કરોડ)ની સરખામણીમાં ૫૧.૬% નો જંગી વધારો દર્શાવે છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂ. ૬૮૫.૬૦ કરોડ અને કુલ ગ્રોસ કલેક્શન રૂ. ૮૧૯.૫૦ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે વિદેશી બજારોમાંથી પણ રૂ. ૪૦૮.૫૦ કરોડનું ગ્રોસ કલેક્શન થવાથી વિશ્વભરનું કુલ ગ્રોસ કલેક્શન હવે રૂ. ૧,૨૨૮ કરોડ થઈ ગયું છે.

ભાષાવાર પ્રદર્શન પર નજર કરીએ તો ૧૦મા દિવસે દેશભરના ૨૩,૪૫૧ શોમાં હિન્દી સંસ્કરણનું યોગદાન સૌથી વધુ રહ્યું છે,

(11:46 AM IST)