News of Saturday, 14th November 2026
વલ્લભભાઇ દુધાત્રાના જીવનનું કાલથી નવુ વરસ, વિતશે સરસ
જનતાના ‘લાભ' અને પાર્ટીના ‘શુભ' માટે સંકલ્પ

રાજકોટઃ આયોજન, આવડત અને અવલોકનના અદકેરા આદમી શ્રી વલ્લભભાઇ દુધાત્રા માટે આવતી કાલે તા. ૧પ નવેમ્બર રવિવારનો સૂરજ જીવનના વધુ એક નૂતન વર્ષ (૬૬ મું) નો દિવસ ઉગાડશે (જન્મ વર્ષ ૧૯૬૧). મુળ કુવાડવાના વતની આ લેઉવા પાટીદાર રત્ન બહુમુખી અને બહુ સુખી પ્રતિભા છે.
સામાકાંઠા વિસ્તારમાંથી ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા શહેરના ડે. મેયર તેમજ શહેર ભાજપના ઉપપ્રમુખ-મહામંત્રી તરીકે રહી ચુકયા છે. હાલ બીજી વખત શહેરમાં મહામંત્રી તરીકે કાર્યરત છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી પ્રભાવિત છે. પડકારો સાથે પ્રિતની રીત તેમને માફક આવી ગઇ છે. જનસમર્થને તેમનો ઉત્સાહ અકબંધ રાખ્યો છે. જાહેર જીવનના અનુભવો અને મહાનુભાવોને જોઇને તેમને ઘણુ સમજાય ગયુ છે. તેમનું વ્યકિતત્વ દર્શાવે છે કે જાહેર જીવનનો એ હિસ્સો છે, કોઇ અવગણી ન શકે એવો કિસ્સો છે. ખેડૂત છે એટલે રાજકીય ખેતીમાં ‘વરસાદી' પાણીના મહત્વને અને સિંચાઇની સુવિધાની ઉપયોગીતાને જાણે છે. તેમના આવતીકાલના જન્મદિન નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે. મો. ૯૮૨૪૦ ૧૧૦૧૧ રાજકોટ(૬.૬)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
