News of Saturday, 14th November 2026
મોરબી જિલ્લા ભાજપના નેતા ડો. હિરેન પારેખનો જન્મદિન
હિન્દુ તન-મન, હિન્દુ જીવન, રગ-રગ હિન્દુ મેરા પરિચય એવા

(હિતેશ ચંદારાણા-ભાવિન સેજપાલ દ્વારા) વાંકાનેર-ટંકારા, તા.૧૪: મોરબી જિલ્લા ભાજપના અગ્રણી અને પૂર્વ મહામંત્રી ડો. હિરેન પારેખનો આજે જન્મદિન છે, અને આ સાથે તેઓ ૪૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સોની સમાજના પ્રતિષ્ઠિત પરિવાર ભનાભાઈ સોની ડો. હિરેન પારેખ નાની ઉંમરથી જ સામાજિક અને રાજકીય હોદ્દાઓ ઉપર રહી સમાજ સેવાની ઉત્કળષ્ટ પ્રવળત્તિઓ કરી રહ્યા છે. સંઘ ના સંસ્કારો થી સંચિત યુવાન વયે વર્ષ ૨૦૦૫ થી સક્રિય રીતે રાજકીય કારકિર્દી શરૂ કરી વાંકાનેર શહેર ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે શરૂઆત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીમાં વાંકાનેર શહેર યુવા મોરચાના પ્રમુખ, વાંકાનેર શહેર ભાજપના મહામંત્રી, ૨-ટર્મ મોરબી જિલ્લા ભાજપની રચના થતા ૨-ટર્મ જિલ્લા ભાજપ મહામંત્રી અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે સક્રિય કાર્યરત રહ્યા છે. વળી, સંગઠનની કુશળતા અને કોઠા સૂઝને કારણે તેઓએ ૨૦૧૭ અને ૨૦૨૨ વાંકાનેર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે, ઉત્તર પ્રદેશમાં બારાબંકી જિલ્લામાં ઙ્કવાસી કાર્યકર્તા તરીકે, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં જામનગર ઉત્તરના વિધાનસભા પ્રભારી તેમજ ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં જામનગર દક્ષિણ વિધાનસભા પ્રભારી તરીકે સફળતાપૂર્વક કાર્ય કરેલ છે. તેઓએ M.Com., M.Phil., L.L.B., અને Ph.D. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલ છે. સમાજ માટે અને પાર્ટી માટે વિકાસના કાર્ય કરી રહેલા આ યુવા નેતા ભારતીય જનતા પાર્ટીના અનેક વરિષ્ઠ આગેવાનો સાથે સીધા સંવાદથી જોડાયેલા છે. તેઓ પોતાના પારિવારિક જ્વેલરી વ્યવસાય ઉપરાંત શિક્ષણ અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ડો. હિરેનભાઈ પારેખનાં (મો. ૯૨૨૭૮ ૨૧૯૯૯) ઉપર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.(૨૩.૬)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
