ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ એનફોર્સમેન્‍ટ વિભાગના એજન્‍ટોએ જાન્‍યુઆરી માસની ૧૦મી તારીખને બુધવારે અમેરિકાના ૧૭ જેટલા રાજ્‍યો કે જેમાં કેલિફોર્નિયા, કોલોરાડો, ડેલાવરે, ફલોરીડા, ઇલીનોઇસ, ઇન્‍ડીયાના, મેરીલેન્‍ડ, મીશીગન, મીઝોરી, નેવાડા, ન્‍યુજર્સી, ન્‍યુયોર્ક, નોર્થ કેરોલીના, ઓરેગન, પેન્‍સીલવેનીઆ, ટેક્‍સાસ અને વોશિંગ્‍ટનનો સમાવેશ થાય છેઃ તેમાં આવેલા ૯૮ જેટલા સેવન ઇલેવન સ્‍ટોરમાં સામુહિક દરોડો પાડતા અમેરિકાના બિઝનેસમેનોમાં પ્રસરી રહેલી ફફડાટની લાગણીઃ આ દરોડામાં ૨૧ જેટલી વ્‍યકિતઓની કરવામાં આવેલી ધરપકડઃ ગયા વર્ષે ૧૩૬૦ જેટલા કર્મચારીઓનું થયેલ ઓડીટમાં ૩૦૦ જેટલા કર્મચારીઓની કરવામાં આવેલી ધરપકડ (9:18 pm IST)

સમાચાર ફટાફટ

પાકિસ્તાનના પદ્દભ્રષ્ટ વડાપ્રધાન : નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચાર કેસની સુનાવણી: (12:56 pm IST)

૧ ફેબ્રુઆરીથી આંતરરાજય વેપારમાં 'ઈ બીલ' : કરચોર પર સરકારની ધોંસ : ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જીએસટીના કડક અમલ માટે તૈયારી : ૫૦થી વધુ ચેકીંગ સ્કવોડ ઉતરી પડશે : નવા સોફટવેર મુજબ ખરીદ - વેચાણની તમામ નોંધ આપોઆપ સરકારી ચોપડે થશે: (12:55 pm IST)

કચ્છમાં ફરી ભૂકંપનો જોરદાર આંચકોઃ ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો: (12:42 pm IST)

ફી નિયમન બાબતે શાળા સંચાલકોને સુપ્રિમ કોર્ટે રાહત આપી : ૨ સપ્તાહ સુધી ગુજરાતને કોઈપણ પગલા નહિં ભરવા સ્ટે આપ્યો : ૧લી ફેબ્રુઆરીએ વિશેષ સુનાવણી: (11:22 am IST)

ભારત અને ઈઝરાયલ વચ્ચે ૯ સમજૂતીઓ થઈ : કૃષિ અને ઉર્જા ક્ષેત્રે તથા આયુર્વેદ અને હોમિયોપેથીક ક્ષેત્રે થયા કરારો : ફિલ્મ નિર્માણ અને સાયબર સુરક્ષા માટે બંને દેશો વચ્ચે થઈ સમજૂતી : બંને દેશોની સંયુકત પત્રકાર પરિષદમાં જાહેરાત: (11:21 am IST)

ડો,તોગડિયાની તબિયત સ્થિર ;જોકે હજુ અર્ધબેભાન હાલતમાં :સુગર ડાઉન થવાના કારણે બેભાન થયા ;108 મારફત ચંદ્રમણિ હોસ્પિટલમાં ખસેડાયા :વિહિપના રણછોડ ભરવાડ હોસ્પિટલ જવા રવાના: (10:19 am IST)

પ્રજાસત્તાક દિન દરમિયાન આતંકવાદી હુમલાઓના ભયને લીધે, દિલ્હી પોલીસે શહેરમાં શંકાસ્પદ આતંકવાદીઓના પોસ્ટરો પોસ્ટ કર્યા છે. આ આતંકવાદીઓને દિલ્હી પોલીસ લાંબા સમયથી શોધી રહી છે. આ ત્રાસવાદીઓ ઈન્ડિયન મુજાહિદ્દીનના કર્ણાટક અને મુંબઈ મોડ્યુલનો ભાગ હોવાનું મનાય રહ્યું છે. આ વ્યક્તિઓ વિષે જે કોઈ પણ માહિતી આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેને ઇનામ પણ આપવાની જાહેરાત કરાઈ છે.: (11:23 am IST)

દિલ્હી નજીક નરોડામાં પ્લાસ્ટીક ફેકટરીમાં ભયાનક આગ : ૪ જીવતા સળગી મર્યા: (11:21 am IST)

હાડ ધ્રુજાવતી ઠંડીમાં ઝડપાયેલા જમ્મુ- કાશ્મીરના કારગીલમાં માઈનસ ૨૦ ડિગ્રી જેવી મહા ભયાનક કાતિલ ઠંડી: (11:21 am IST)

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર સ્થાનિક મહિલાઓ પીવાના પાણી મુદ્દે બની રણચંડી : બે કલાકથી કર્યા રસ્તા જામ : વાહનવ્યવહાર ખોરવાયો : આસપાસની સોસાયટીમાં વાહનો થપ્પા : પોલીસ બંદોબસ્ત મુકાયો: (10:20 am IST)

લાલુને મળવા જેલમાં પહોચ્યા તેજસ્વી યાદવ : મુલાકાત માટે મળ્યા ફક્ત ૩ મિનીટ : બહાર આવતા તમતમાયેલા તેજસ્વીએ કટાક્ષ કરતા કહ્યું કે મુલાકાત માટે બહુજ થોડો સમય આપ્યો, જેલ વહીવટીતંત્રે અમારો સમય ખોટો બરબાદ કર્યો.: (11:24 am IST)

પદ્મભૂષણ એવોર્ડ વિજેતા સરોદ વાદક બુદ્ધદેવ દાસગુપ્તાનુ નિધન : 84 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા : મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો: (11:24 am IST)

પોલીસ કાફલા પર હુમલોઃ ફોજદારનું દેવીપૂજક શખ્સ પર ફાયરીંગ: બહેનને સંક્રાંત કરવા ન મોકલનાર મોટા દડવાના નટુ ચારોલીયા અને તેના ભાઇઓની હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયેલા સાળા પલુ, શ્રવણ, બાલી, રાયધનને પકડવા આટકોટના નવાગામ ડેમ પાસે ઇન્ચાર્જ પીએસઆઇ રાણા અને ટીમ પહોંચતા દેવીપૂજકના ટોળાએ ઘેરી લઇ ધારીયાથી હુમલો કર્યોઃ પી.એસ.આઇ. યશપાલસિંહ બી. રાણા (ઉ.૨૫), ડ્રાઇવર કોન્સ. ગોવિંદભાઇ ઘાંઘળ (ઉ.૩૬)ને હાથ-પગમાં ધારીયાના ઘા ઝીંકાયાઃ બે રાઉન્ડ હવામાં ફાયર કરી ચેતી જવા કહ્યું છતાં ધારીયાનો ઘા કરનારા વિજય દેવીપૂજક (ઉ.૨૫)ના પગ પર ફાયરીંગઃ પોલીસે પકડેલા પલુ સહિત બે શખ્સોને છોડાવવાના પ્રયાસમાં ધમાલઃ આટકોટના નવાગામમાં મોડી રાત્રે બનાવ (11:45 am IST)

અકિલા સોશ્યિલ મીડિયા