<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ગિરનાર બદનામ કરનારને કાઢો

સાધુઓમાં ઘણા શંકાસ્‍પદ તત્‍વો ઘુસી ગયા હશેઃ સતત વિવાદો અને હુમલા સનાતનની શરમ ગણાયઃ સાધુના વેશમાં ધબકતા ભાંગફોડિયાઓની દવા કરો

 સૌરાષ્‍ટ્રની ધરા પર અડીખમ ઊભેલો ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ સનાતની આધ્‍યાત્‍મિક ચેતનાનું જીવંત તીર્થ છે. અહીંના કણ-કણમાં યોગ, સાધના અને ભક્‍તિનો સ્‍પંદન અનુભવાય છે. ગુરુ દત્તાત્રેયના ચરણસ્‍પર્શથી પાવન થયેલી આ ભૂમિ, અંબાજી માતાનું શક્‍તિપીઠ, જૈન તીર્થો અને અસંખ્‍ય સિદ્ધો-સંતોની તપોભૂમિ તરીકે સમગ્ર આધ્‍યાત્‍મિક વિશ્વમાં આદરણીય છે. શાંતિ, વૈરાગ્‍ય અને આત્‍મખોજ માટે આવતા શ્રદ્ધાળુઓ માટે ગિરનાર હંમેશા એક પવિત્ર આશ્રયસ્‍થાન રહ્યું છે.

દુઃખની વાત એ છે કે આ દિવ્‍ય ભૂમિ પર છેલ્લા કેટલાક સમયથી આધ્‍યાત્‍મિકતાને બદલે વિવાદો અને હિંસાના પડછાયા દેખાઈ રહ્યા છે. બે દિવસ પહેલા જૂનાગઢમાં એક અખાડાના મહામંડલેશ્વર પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્‍યો છે. હાથમાં ગદા લઈને નગ્નાવસ્‍થામાં ઘૂસેલા સાધુ ગણાતા આ કળત્‍યએ કાયદો અને વ્‍યવસ્‍થા સામે તો પ્રશ્નો ઊભા કર્યા જ છે, સાથે જ પવિત્ર તીર્થની સુરક્ષા અને મર્યાદાને પણ ડાઘ લગાડ્‍યો છે.

આ કોઈ છૂટીછવાયી ઘટના નથી. નજીકના ભૂતકાળમાં પણ ગિરનાર અને આસપાસના ધાર્મિક પરિસરમાં જમીન-મિલકતના વિવાદો, ગાદી-વારસાના ઝઘડા, અસામાજિક પ્રવળત્તિઓ અને સંતો-મહંતો વચ્‍ચેના સંઘર્ષોના બનાવો સપાટી પર આવ્‍યા છે. ત્‍યાગ અને સેવાની પરંપરા ધરાવતા સંતસમાજની છબિને આવા બનાવો ગંભીર નુકસાન પહોંચાડે છે.

સાધુના વેશમાં શંકાસ્‍પદ અને ભાંગફોડિયા તત્‍વો ઘૂસી જાય છે, ત્‍યારે સાચી સાધના કરનારા નિષ્‍કલંક સંતોની ગરિમા પણ જોખમાય છે. ભગવા વષા અને સંતત્‍વનો આડંબર રચીને અરાજકતા ફેલાવનારા તત્‍વો સનાતન ધર્મ માટે શરમજનક સ્‍થિતિ સર્જે છે. આવા તત્‍વો સામે માત્ર કડક પોલીસ કાર્યવાહી જ નહીં, પરંતુ અખાડાઓ અને ધાર્મિક સંસ્‍થાઓ દ્વારા પણ કડક આંતરિક ચકાસણી અને શિસ્‍તબદ્ધ પગલાં ભરવાવઅનિવાર્ય છે.

ગિરનારની દિવ્‍યતા અને પવિત્રતા જાળવી રાખવી એ દરેક શ્રદ્ધાળુ, સંત અને તંત્રની સહિયારી જવાબદારી છે. ગિરનારને બદનામ કરનારા અને સાધુના વેશમાં છુપાયેલા ભાંગફોડિયા તત્‍વોની કડક શ્નદવાઙ્ખ થશે, ત્‍યારે જ આ તીર્થક્ષેત્ર ફરી એકવાર નિર્ભય, શાંત અને આધ્‍યાત્‍મિક તેજથી ઝળહળતું રહેશે.

(11:19 AM IST)