<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ટેરિફઃ ટ્રમ્‍પની ફૂટેલી બંદૂક

ટેરિફ નીતિનું સોૈથી વધારે અમેરિકાને જ નુકસાનઃ ટ્રમ્‍પની ભૂમિકા વૈશ્વિક ડાગલા જેવીઃ જડબાતોડ આર્થિક જવાબ જરૂરી

 આજે આખા વિશ્વના વેપાર જગતમાં ટેરિફનો ગરમાવો ચાલી રહ્યો છે. ટ્રમ્‍પની ટેરિફ નીતિ એકદમ  ફૂટેલી બંદૂક જેવી બની ગઈ છે. બંદૂક ફૂટે ત્‍યારે ભડાકો મોટો થાય છે. ધુમાડો પણ ખૂબ નીકળે  છે. પરંતુ નિશાન ભાગ્‍યે જ લાગે છે. દુનિયાને ટેરિફના દબાણથી નમાવવાની ચાલ સદંતર નિષ્‍ફળ ગઈ છે. આટલું ઓછું હોય તેમ ટ્રમ્‍પની ટંગડી હંમેશા ઊંચી જ રહે છે. આખા જગતને ટેરિફનો ડર બતાવીને નમાવવાનો પ્રયાસ હવે જૂનો થઈ ગયો છે. આખી દુનિયા આ ખેલથી પરેશાન થઈ ગઈ છે.

આ ટેરિફ નીતિનું સૌથી વધારે નુકસાન જો કોઈને થયું હોય તો તે અમેરિકાને જ થયું છે. બહારથી આવતો માલ મોંઘો પડે છે. અમેરિકાના સામાન્‍ય ગ્રાહકોના ખિસ્‍સા પર સીધો બોજ પડે છે. ઘરના જ આંગણામાં આગ લાગી હોય તેવી સ્‍થિતિ સર્જાઈ છે. અમેરિકી અર્થતંત્ર બરબાદ થવાના આરે પહોંચ્‍યું છે. ઉદ્યોગોને કાચો માલ મોંઘો મળે છે. મોંઘવારી અને અસંતોષના કારણે ટ્રમ્‍પની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ છે.    લોકોમાં ગુસ્‍સો વધ્‍યો છે. છતાં નીતિમાં સમજદારીનો અભાવ સ્‍પષ્ટ દેખાય છે.

વૈશ્વિક મંચ પર ટ્રમ્‍પની ભૂમિકા ડાગલા જેવી લાગે છે. કયારેક કડક ધમકી અપાય છે. કયારેક વેપાર વાટાઘાટોની વાતો થાય છે. એક હાથે ટેરિફનો ચાબુક વીંઝાય છે. બીજા હાથે સંવાદની વાતો ચાલે છે. આ બેવડા ધોરણથી બજારોમાં ગૂંચવણ વધે છે. ભારતે આ મામલે સ્‍પષ્ટ અને મક્કમ વલણ લીધ ું છે. કોઈ પણ ક્ષેત્રમાં સ્‍ટ્રક્‍ચરલ એક્‍સેસ કેપેસિટી ન હોવા છતાં ભારતે સમજદારીથી વાતચીત ચાલુ રાખી છે.  બિનજરૂરી દબાણ સામે ઝૂકવાનો કોઈ સવાલ નથી.

હવે માત્ર ફરિયાદ કરવાથી કે બળાપો કાઢવાથી કામ ચાલશે નહીં. ભારત અને ચીન જેવા દેશોએ અમેરિકાને જડબાતોડ આર્થિક જવાબ આપવો જરૂરી છે. પોતાના દેશના ઉદ્યોગોને મજબૂત બનાવવા  પડશે. નવા નિકાસ બજારો શોધવા પડશે. સ્‍વદેશી ઉત્‍પાદન વધારીને આત્‍મનિર્ભર બનવ ું પડશે. પરસ્‍પર વેપાર ભાગીદારી પણ વધારવી પડશે. જ્‍યારે અન્‍ય દેશો આર્થિક રીતે મજબૂત બને છે, ત્‍યારે ટેરિફની ધમકીઓની હવા આપોઆપ નીકળી જાય છે. આ જ સાચો અને અસરકારક જવાબ છે.

(10:58 AM IST)