<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજનીતિમાં કજોડા જેવા લગ્નોની મોસમ ખીલી

અકાલી-ભાજપનું ગોઠવાઇ ગયું: યુપીમાં કોંગ્રેસ-સપાનું હજુ મેળ પડતો નથીઃ સ્‍વાર્થીલા સંબંધોની પરંપરાઃ લોકજાગૃતિના અભાવે રાજકીય કજોડાના સંસાર રચાય છે

ગુજરાતમાં પોણા ત્રણ દાયકાથી ભાજપી શાસન છે. રાજ્‍યભરમાં છેલ્લા ત્રણ દાયકામાં ગેરકાયદે ભયાવહ નશાનું પ્રમાણ હદ ઉપરાંત વધ્‍યું છે. પંજાબમાં અકાલી સાથે ગઠબંધનની ઘોષણા કરીને ભાજપે વચન આપ્‍યું કે, પંજાબને સંપૂર્ણ નશામુક્‍ત  બનાવીશું! આવી ઘોષણાને શું કહીશું?

ભારતીય રાજકારણમાં ચૂંટણીઓ નજીક આવતા જ ‘ગઠબંધન'ના નામે નવા સમીકરણો રચાવા લાગે છે. રાજકીય વિશ્‍લેષકો આવા જોડાણોને ઘણીવાર વિચારધારાના મિલનને બદલે સત્તા માટેના ‘ઠગબંધન' કે ‘સગવડિયા લગ્નો' તરીકે ઓળખાવે છે.  પંજાબ અને ઉત્તર પ્રદેશના રાજકારણમાં જોવા મળી રહેલી ગતિવિધિઓ પરથી રાજકીય ચર્ચા જાગી છે કે પક્ષો માટે જનહિત કરતાં સત્તાનું ગણિત વધુ મહત્‍વનું છે.

પંજાબમાં વર્ષ ૨૦૨૦માં ખેડૂત આંદોલન અને કળષિ કાયદાઓના મુદ્દે એકબીજા પર આકરા પ્રહારો કરીને છૂટા પડેલા ભારતીય જનતા પાર્ટી  અને શિરોમણી અકાલી દળ  ફરી એકવાર સાથે આવ્‍યા છે.  ગળહમંત્રી અમિત શાહ અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલની ઉપસ્‍થિતિમાં આ ગઠબંધનની જાહેરાત થઈ છે. આ સમજૂતી હેઠળ ભાજપે અકાલી દળને મુખ્‍યમંત્રી પદ આપવાની સંમતિ દર્શાવી છે. ટીકાકારોનું માનવું છે કે અગાઉ જે મુદ્દાઓ પર બંને પક્ષોએ એકબીજાનો વિરોધ કર્યો હતો, તે ભૂલીને હવે માત્ર ગ્રામીણ અને શીખ મતદારોમાં પકડ મજબૂત કરવા તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને રોકવા માટે આ જોડાણ કરવામાં આવ્‍યું છે. બંને પક્ષોના નેતાઓ આ નિર્ણયને ‘હિન્‍દુ-શીખ એકતા' અને રાજ્‍યના વિકાસ તથા નશામુક્‍તિ માટે જરૂરી ગણાવી રહ્યા છે.

આવી જ સ્‍થિતિ ઉત્તર પ્રદેશમાં ‘ઇન્‍ડિયા' ગઠબંધનના ઘટક પક્ષ  સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્‍ચે જોવા મળી રહી છે.  બેઠકોની વહેંચણીને લઈને બંને પક્ષો વચ્‍ચે સાડા ત્રણ કલાક સુધી ચાલેલી મીટિંગ પણ અનિર્ણિત રહી હતી. શરૂઆતમાં ૧૮૧ અને ત્‍યારબાદ ૧૩૦ બેઠકો માંગનાર કોંગ્રેસે હવે ત્રીજી વખત પોતાની માંગ ઘટાડીને ૧૧૦ બેઠકોનો પ્રસ્‍તાવ મૂકયો છે, જ્‍યારે અખિલેશ યાદવની સપા કોંગ્રેસને માત્ર ૨૬ જેટલી બેઠકો આપવાના પક્ષમાં હોવાનું કહેવાય છે.

વિરોધીઓ આ ખેંચતાણને ‘કજોડા' અને સ્‍વાર્થની રાજનીતિ ગણાવીને ટીકા કરી રહ્યા છે કે જ્‍યાં બેઠકોનું ગણિત નથી બેસતું ત્‍યાં એકતાના દાવા પોકળ સાબિત થાય છે. જોકે, ગઠબંધનના સમર્થકોનું કહેવું છે કે લોકશાહીમાં દરેક પક્ષને પોતાનો વિસ્‍તાર વધારવાનો અધિકાર છે અને વાટાઘાટો દ્વારા યોગ્‍ય ઉકેલ આવી જશે.

રાજકીય નિરીક્ષકોના મતે, જ્‍યાં સત્તાની સમજૂતી થઈ જાય ત્‍યાં જૂના મતભેદો ભુલાવીને ‘ગોઠવાઈ' જવું અને જ્‍યાં બેઠકો ન મળે ત્‍યાં ગજગ્રાહ ચાલુ રાખવો, એ આજના રાજકારણની વાસ્‍તવિકતા બની ગઈ છે. આવા જોડાણોની સફળતાનો મદાર લોકોના વલણ પર હોય છે. જનતા  નકારી કાઢે છે કે પછી સ્‍વીકારે છે, તે નિર્ણય લોકો મત દ્વારા આપે છે. ભારતમાં મતદાર જાગળતિના અભાવે મોટાભાગે રાજકીય કજોડાના સંસાર રચાતા હોય છે.

(10:57 AM IST)