તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
નિષ્ફળ રણનીતિ પર ફરી વિપક્ષની દોડ
રાહુલ ગાંધી પાસે નવી રણનીતિનો અભાવઃ મોદી સરકારનો માત્ર નિવેદનિયો વિરોધઃ વિદેશમાં જઇને ભારતની બુરાઇઃ ભાજપ-ભારત વચ્ચેનો ભેદ પણ સમજાતો નથીઃ દોઢ દાયકાથી આ નીતિ
ભારતીય રાજકારણમાં છેલ્લા દોઢ દાયકાથી કોંગ્રેસ અને વિપક્ષની સ્થિતિ પર નજર કરીએ તો એક જ ચિત્ર વારંવાર ઉપસે છે. છેલ્લા ૧૫ વર્ષથી કોંગ્રેસ સતત ચૂંટણીલક્ષી નિષ્ફળતાઓનો સામનો કરી રહી છે, તેમ છતાં પક્ષના નેતળત્વ કે કાર્યપદ્ધતિમાં જરાપણ બદલાવ જોવા મળતો નથી. તાજેતરમાં અમેરિકાની ભૂમિ પરથી ચૂંટણી પંચ અને દેશની અર્થવ્યવસ્થા અંગે રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીઓએ ફરી એકવાર નવા વિવાદને જન્મ આપ્યો છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે વિપક્ષ હજુ પણ જૂની અને નિષ્ફળ ગયેલી રણનીતિ પર જ દોડી રહ્યો છે.
રાહુલ ગાંધી માત્ર કોંગ્રેસના જ નેતા નથી, પરંતુ હાલના તબક્કે તેઓ વિપક્ષનો મુખ્ય ચહેરો છે. આટલી મોટી જવાબદારી હોવા છતાં, રાજકીય વિશ્લેષકો અને ટીકાકારોના મતે તેઓ સતત એક ‘વિલન' કે નકારાત્મક છબી તરીકે વધુ ઉપસી આવે છે. વિદેશની ધરતી પર જઈને જ્યારે તેઓ દેશની સંસ્થાઓ કે આર્થિક સ્થિતિ પર સવાલ ઉઠાવે છે, ત્યારે એવો આરોપ લાગે છે કે તેઓ વિદેશમાં જઈને ભારતની બુરાઈ કરી રહ્યા છે. ઘણીવાર રાજકીય વિરોધ દરમિયાન ભાજપ અને ભારત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ પણ સમજાતો નથી, જેના કારણે વિપક્ષની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થાય છે.
મોદી યુગમાં રાજનીતિના પ્રવાહો બદલાઈ ગયા છે. સમય સાથે બદલાવ અનિવાર્ય હોય છે. કોંગ્રેસ સતત નિષ્ફળ છતાં કોંગ્રેસ પાસે કોઈ નવી રણનીતિ નથી દેખાતી. એક જ ચહેરો, એક જ નીતિ..મોદી સરકાર સામે ટક્કર આપવા માટે વિપક્ષ પાસે નવી અને સકારાત્મક રણનીતિનો સ્પષ્ટ અભાવ જણાય છે. જમીની સ્તરે મજબૂત સંગઠન અને નક્કર વિકલ્પો રજૂ કરવાને બદલે માત્ર નિવેદનિયો વિરોધ જ વધુ જોવા મળે છે. ચૂંટણીમાં પરાજિત થયા બાદ આત્મમંથન કરવાને બદલે સિસ્ટમ્સ કે ચૂંટણી પંચને દોષ આપ્યા કરવાની વળત્તિ પણ નવી નથી.
સૌથી મોટી સમસ્યા એ છે કે કોંગ્રેસ કે રાહુલ ગાંધી ખુદની આંતરિક નબળાઈઓ દૂર કરી શકતા નથી. જ્યાં સુધી વિપક્ષ જૂની ઘરેડ છોડીને નવી દિશા અને વાસ્તવિક મુદ્દાઓ સાથે આગળ નહીં વધે, ત્યાં સુધી નિષ્ફળ રણનીતિ પરની આ દોડનું પરિણામ બદલાવું મુશ્કેલ છે. યુપીની ચૂંટણીના સમીકરણો ગોઠવાઈ ગયા છે. ઓવૈસી વિપક્ષના મતો કાપવા બમણી તાકાતથી મેદાનમાં ઉતર્યા છે. દલિત, મુસ્લિમ મતો કાપવા ચંદ્રશેખરને સાથે લીધા છે. કોંગ્રેસ માટે આ સમીકરણ સજાગ બનવા જેવું છે, પણ પક્ષમાં કોઇ હલચલ દેખાતી નથી. આ કારણે અખિલેશને પણ નુક્સાન થાય તેમ છે. કોંગ્રેસના કારણે સમગ્ર વિપક્ષને સહન કરવું પડે છે. પરાજિત થયા બાદ સિસ્ટમ્સને જવાબદાર ગણાવી દે છે. રાહુલનું નેતૃત્વ મોદીજી માટે આશીર્વાદરૂપ બની ગયું છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
