<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

કાવાદાવા છોડો,કામ કરો મત લઇ જાવ..

ગુજરાતમાં વિપક્ષ નામશેષ છે, છતાં ભાજપને જીતવા ફાંફા મારવા પડે છેઃ નક્કર નેતાગીરી અને સજ્જડ કામગીરીનો અભાવઃ તાકાતવર અને નિર્ણાયક શાસન જરૂરી

પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી  શુભેન્‍દુએ તાજેતરમાં ગુનેગારોને ખુલ્લો લલકાર કર્યો  કે,  તેઓ સુધરી જાય અથવા રાજ્‍ય છોડીને જતા રહે...આવો પડકારો ગુજરાતનું કોઇ નેતું કરી શકતું નથી. શાસન હંમેશાં કાયદા અને કડકાઈથી જ ચાલવું જોઈએ. આ પ્રકારની કડક શાસન શૈલી અને ધાક ગુજરાતમાં અનિવાર્યપણે જરૂરી છે. રાજ્‍યમાં ગુનેગારોના ત્રાસ સામે પોલીસ પણ લાચાર દેખાઈ રહી છે અને નેતાઓનું કંઈ ઉપજતું નથી.

આヘર્યની વાત એ છે કે ગુજરાતમાં વિપક્ષ સાવ નામશેષ અને કમજોર હોવા છતાં પણ શાસક પક્ષ ભાજપને ચૂંટણી જીતવા માટે મરણિયા બનીને ફાંફા મારવા પડે છે.  વડાપ્રધાન જેવા શીર્ષ નેતાએ ગાંધીનગરમાં આવીને ધારાસભાની ચૂંટણી માટે બેઠકો યોજવી પડે, તે સ્‍પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતનું સ્‍થાનિક ભાજપી નેતળત્‍વ અત્‍યંત નબળું છે. છેલ્લા દોઢ દાયકાથી ગુજરાતમાં માત્ર ‘હા-જી-હા' કહેનારા અને પદલોભી નેતાઓને જ ગોઠવી દેવાયા છે, જેના કારણે સંગઠન અને સરકાર પરની પકડ શિથિલ થઈ છે.

પરિસ્‍થિતિ એવી છે કે પ્રધાનો જાહેરમાં ખુલ્લેઆમ બાખડે છે, છતાં ગુજરાત ભાજપ કે તેની સરકાર અંકુશમાં રાખવા માટે કે શિસ્‍ત શીખવવા માટે અસમર્થ સાબિત થાય છે. આવી તકલાદી નેતાગીરીના કારણે રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ નબળી પડી છે. ચૂંટણી જીતવા માટે માત્ર વિપક્ષના નબળા કે ફાલતુ નેતાઓને તોડીને પક્ષમાં સામેલ કરવા અને તેને પોતાની મોટી બહાદુરી ગણે છે. કોઈ ખાસ રણનીતિ નથી. પ્રશ્ન એ થાય છે કે ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ કે શુભેન્‍દુ જેવા ધુઆંધાર અને આક્રમક નેતાઓ ગુજરાતમાં કેમ  નથી?

નબળી નેતાગીરીના લીધે ભાજપની મૂળ વિચારધારાના પણ ધજાગરા ઊડી ગયા છે. જોકે, હજુ પણ પૂરતો સમય છે. ભાજપે આત્‍મમંથન કરીને આક્રમક અને સક્ષમ નેતાઓને આગળ કરવા જોઈએ. જમીની સ્‍તરે દરેક ક્ષેત્રે ઉત્‍કળષ્ટ કામગીરી કરીને પ્રજાના પ્રશ્નો હલ કરવા જોઈએ. ચૂંટણી જીતવા માટે  કાવાદાવા કે ગતકડાં કરવાની કોઈ જ જરૂર નથી, સજ્જડ અને પારદર્શક કામગીરી કરવામાં આવે તો જનતા પોતે વટથી મત આપવા માટે તૈયાર રહેશે.

સવાલ ઉપર ગોઠવાઈ ગયેલા ભાજપી નેતાઓની વળત્તિનો છે. સેટિંગબાજ અધિકારીઓ અને કઠપૂતળી નેતાઓને જ ગોઠવવામાં આવ્‍યા છે. આ કારણે ગુજરાત સમસ્‍યાના અજગર ભરડામાં આવી ગયું છે. ચૂંટણી સમયે જ્ઞાતિવાદથી માંડીને હિન્‍દુવાદ સુધીના ખેલ નાખીને માહોલ આડા પાટે ચઢાવી દેવામાં આવે છે. ગુજરાતીઓએ એક અવાજે કહેવું જોઈએ કે, આવા ગતકડાં બંધ કરો. નક્કર નેતાગીરી આપો અને વટથી કામ કરી દેખાડો.

(10:49 AM IST)