<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

સ્‍વાસ્‍થ્‍ય, સમૃધ્‍ધિ,સમજનો શ્રેષ્‍ઠ સંગમ સર્જાય...

દિપાવલીની શુભેચ્‍છા,નૂતનવર્ષના અભિનંદનઃ નકારાત્‍મક ઉર્જાથી છૂટકારો મળે, સકારાત્‍મકતા વિસ્‍તરેઃ આબધું ગિફટમાં નહિ મળે, એ દિશામાં સક્રિય બનો...

 ાા ૐ  ક્રીં કાલીકાયૈ નમઃ ાા

 આજે કાળી ચૌદશનો પાવન દિન છે. સુરક્ષા પ્રાપ્‍ત કરીને દિવ્‍ય શક્‍તિ પ્રાપ્‍ત કરવાનો આ અવસર છે. આ દિને શાષાો પ્રમાણે ઉગ્ર દેવી- દેવતાઓની સાધના કરવાની પરંપરા છે. આવતીકાલે દિપાવલી અને બાદમાં ઘણાં ધોકો રાખશે, ઘણાં નવું વર્ષ ઉજવશે.

નવું વર્ષ એટલે નવી શરૂઆત અને નવી ઉર્જાનો સંચાર. દિપાવલી અને નૂતન વર્ષના અવસરે આપણે સૌ એકબીજાને શુભેચ્‍છાઓ પાઠવીએ છીએ. આ શુભેચ્‍છાઓ માત્ર શબ્‍દો નથી, પણ જીવનને સુંદર બનાવવાની ઉત્તમ કામનાઓ છે.

ચિંતન કરો તો જીવનનું સાચું સત્‍ય સમજાય છે. પ્રથમ મુદ્દો સ્‍વાસ્‍થ્‍ય છે. કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય વગર દુનિયાની કોઈપણ ખુશી કે સંપત્તિ અર્થહીન છે. ઉત્‍સવોમાં ખાવાપીવાની અનિયમિતતા વચ્‍ચે સ્‍વાસ્‍થ્‍ય જાળવવું એ સૌથી મોટો પડકાર છે.

બીજો મહત્‍વનો મુદ્દો સમળદ્ધિ છે. સમળદ્ધિ એટલે માત્ર ધનદોલત નહીં, પરંતુ જીવનમાં સુખ, શાંતિ અને સંતોષનો વિસ્‍તાર. સાચી સમળદ્ધિ ત્‍યારે જ સાર્થક થાય છે જ્‍યારે તે પ્રમાણિક મહેનતથી મેળવવામાં આવે અને સમાજપયોગી બને.

ત્રીજો અને સૌથી મહત્‍વપૂર્ણ મુદ્દો સમજ છે. કોઈપણ પરિસ્‍થિતિને યોગ્‍ય રીતે પારખવાની શક્‍તિ એટલે સમજ. સ્‍વાસ્‍થ્‍ય અને સમળદ્ધિ હોવા છતાં જો જીવનમાં સાચી સમજ ન હોય તો વ્‍યક્‍તિ માર્ગભ્રષ્ટ થઈ શકે છે. આ ત્રણેયનો શ્રેષ્ઠ સંગમ જ માનવ જીવનને ધન્‍ય બનાવે છે.

વર્તમાન સમયમાં  નકારાત્‍મક ઉર્જાથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. ક્રોધ, ઈર્ષ્‍યા, અસંતોષ અને નિરાશા મનને નબળું પાડે છે. આંતરિક ઉપરાંત બાહ્ય નકારાત્‍મક્‍તાના સતત વાવાઝોડા ફૂંકાય છે. આ નકારાત્‍મકતાને દૂર કરીને મનમાં સકારાત્‍મકતાનો વિસ્‍તાર કરવો પડે છે. સકારાત્‍મક વિચારસરણી જીવનમાં નવા રસ્‍તા ખોલે છે.

આ બધી બાબતો કોઈ ગિફ્‌ટ કે ભેટમાં મળી શકતી નથી. બજારમાં ખુશીઓ કે સ્‍વાસ્‍થ્‍ય વેચાતા નથી મળતા. આ બધું  પ્રાપ્‍ત કરવા માટે સ્‍વયં સક્રિય બનવું પડે છે. માત્ર શુભેચ્‍છાઓ આપવાથી કે વાતો કરવાથી જીવન બદલાતું નથી. સાચી દિશામાં સતત પુરુષાર્થ કરવો પડે છે.

નવા વર્ષે આપણે માત્ર ઉત્‍સવ ઉજવીને અટકી ન જઈએ, પરંતુ જીવનમાં સ્‍વાસ્‍થ્‍ય, સમળદ્ધિ અને સમજ વધારવા માટે દ્રઢ સંકલ્‍પ કરીએ. નકારાત્‍મકતાનો ત્‍યાગ કરી સકારાત્‍મક કાર્યમાં જોડાઈએ. સાચી સક્રિયતા જ આપણને સફળતાના શિખરે લઈ જશે. આ દિપાવલી આપણા જીવનમાં સાચા અર્થમાં નવો પ્રકાશ લઈને આવે તેવી જ શુભકામના છે.

(11:53 AM IST)