હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખડગે- ફારૂકઃ પ્રચ્છન મોદીભકત !
મોદી વિરોધી ટોળકી જ મોદિત્વને મજબૂત કરી રહી છેઃ આ પ્રવૃતિમાં રાહુલનું યોગદાન પણ ઓછું નથીઃ વિવાદી નિવેદનો ભાજપ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે
ભારતીય રાજકારણમાં એક ખૂબ જ રસપ્રદ અને આヘર્યજનક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. વિપક્ષી નેતાઓ જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કે સરકાર વિરુદ્ધ અત્યંત આક્રમક, કડવા અને વિવાદાસ્પદ નિવેદનો કરે છે, ત્યારે તેનો સીધો અને મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થતો હોય છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ નેતાઓ ભલે વિરોધ કરવા બેઠા હોય, પરંતુ વાસ્તવમાં તેઓ ‘પ્રચ્છન મોદીભક્ત'સાબિત થાય છે અને મોદિત્વને મજબૂત કરવામાં સિંહફાળો ભજવે છે.
તાજેતરમાં જ નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાના વિવાદાસ્પદ પાકિસ્તાન તરફી નિવેદનો બાદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન મોદીજીના પિતા કે પરિવાર અંગે અત્યંત અશોભનીય અને અતિ વિવાદી શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. રાજકારણમાં મતભેદો હોઈ શકે છે, પરંતુ વ્યક્તિગત સ્તરે ઉતરીને કરવામાં આવતી આવી ટીકાઓ રાજકીય મર્યાદાઓ વટાવી જાય છે. ભાજપે આ તક ઝડપી લીધી અને તેને જનતાના મનમાં ‘રાષ્ટ્રીય સ્વાભિમાન'અને ‘નેતાના અપમાન' સાથે જોડીને એક પ્રભાવી રણનીતિ તૈયાર કરી દીધી. જ્યારે પણ વિપક્ષ વ્યક્તિગત હુમલા કરે છે, ત્યારે દેશની જનતા તેને સ્વીકારતી નથી અને ભાજપ તેને રાજકીય હથિયાર બનાવીને જનસમર્થન મેળવવામાં સફળ રહે છે. ભાજપ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજી રહેલ છે.
આ સમગ્ર પ્રવળત્તિમાં રાહુલ ગાંધીનું યોગદાન પણ જરાય ઓછું નથી. તેઓ અવારનવાર એવા નિવેદનો અને સૂત્રોનો ઉપયોગ કરે છે, જે ભાજપ ને હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને મોદી સરકારની લોકપ્રિયતાને દેશભરમાં વધુ ગાઢ બનાવવાની ઉત્તમ તકો પૂરી પાડે છે. યાદ કરો. ચોકીદાર ચોર હૈ...થી શરૂ થયેલા રાહુલના અભિયાનોથી કોંગ્રેસને ફાયદો થયો કે ભાજપ ને? હાલ મતચોરીનું અભિયાન ચાલે છે, સામાન્ય લોકોમાં તેની અસર કેટલી છે? દિલ્હીના વ્યાપારીઓ જ રાહુલના સતત ગતકડાંનો વિરોધ કરવા મેદાનમાં આવી ગયા છે. વિપક્ષી નેતાઓની અપરિપક્વ રણનીતિના કારણે જમીની સ્તરે એવો માહોલ બની જાય છે કે, આ વિરોધીઓ જ અદ્રશ્ય રીતે મોદીજીની લોકપ્રિયતાના સૌથી મોટા પ્રચારકો બની ગયા છે.
માત્ર વર્તમાન જ નહિ, મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અભ્યાસ કરો. વિરોધી ટોળકીના નિવેદનો અને તેના અભિયાનોથી મોદિત્વ મજબૂત બનતું ગયું છે. વિપક્ષે ગંભીરતાથી આત્મમંથન કરવાની જરૂર છે કે માત્ર મોદી વિરોધના નામે ગમે તેવું બોલવાથી જનતાનું ભલું થતું નથી કે વિપક્ષનું ભવિષ્ય સુધરતું નથી. જનતા હવે વિકાસ, સુરક્ષા અને મજબૂત નેતળત્વ ઈચ્છે છે. આ પ્રકારના વિવાદી નિવેદનો ભાજપ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે અને વિપક્ષના પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે. જો વિપક્ષે આગામી સમયમાં રાજકીય રીતે મજબૂત થવું હોય તો નકારાત્મક અને અપમાનજનક રાજકારણ છોડીને જનહિતના મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવી અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
