News of Thursday, 24th September 2026
પંચ- પ્રપંચઃ વિપક્ષ જોરમાં
SIRમાં સર જ્ઞાનેશના જ્ઞાનની કસોટીઃ ચૂંટણી પંચની અવદશાઃ ંતંત્રની પક્કડ ઢીલી પડી રહી છે?: રાજનીતી વિસ્ફોટક બની શકે છેઃ કાચું કપાયું કે...
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી ગઠબંધને આક્રમક મોરચાબંધી કરીને દેશના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. વિપક્ષે તાજેતરની ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગડબડ અને પક્ષપાતનો આરોપ લગાવીને સીઇસી જ્ઞાનેશ કુમારની તાત્કાલિક ધરપકડ કરવાની ઉગ્ર માંગ કરી છે. આટલું જ નહીં, તેમણે ચૂંટણી રદ કરીને આખી પ્રક્રિયા નવેસરથી હાથ ધરવાની માંગણી પણ મૂકી છે. બીજી તરફ, શાસક પક્ષ ભાજપે આ તમામ આરોપોને પાયાવિહોણા અને હતાશાજનક ગણાવી ચૂંટણી પંચ તેમજ સીઇસીનો મજબૂત બચાવ કર્યો છે.
આ સમગ્ર મામલામાં વિપક્ષ અત્યારે પૂરા જોશમાં જોવા મળી રહ્યો છે અને તેમણે આ મુદ્દાને દેશવ્યાપી રાજકીય હથિયાર બનાવી સરકારને ઘેરવાના ેપ્રયાસ કર્યો છે. જોકે, આ વિવાદના કારણે દેશની સર્વોચ્ચ અને સ્વાયત્ત ગણાતી સંસ્થા ચૂંટણી પંચની ભારે અવદશા થઈ રહી હોય તેમ જણાય છે. લોકશાહીમાં ચૂંટણી પંચની તટસ્થતા અત્યંત મહત્વની હોય છે, પરંતુ સતત થતા આરોપોને કારણે તેની ગરિમા અને શાખ સામે ગંભીર પ્રશ્નાર્થચિホો ઊભા થયા છે.
આ પરિસ્થિતિ હવે કેન્દ્રની સરકાર માટે પણ મોટી કસોટી સમાન બની ગઈ છે. એક તરફ વિપક્ષનો વિરોધ તીવ્ર બની રહ્યો છે, તો બીજી તરફ બંધારણીય સંસ્થાઓનું સન્માન અને વિશ્વાસ જાળવી રાખવાનો વહીવટી પડકાર છે. જનતામાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે પારદર્શિતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો તે સરકાર માટે અત્યંત જરૂરી બન્યું છે.
સીઇસીની ધરપકડ અને ફરીથી ચૂંટણી યોજવાની વિપક્ષી માંગ આગામી દિવસોમાં વિસ્ફોટક રાજનીતિનું રૂપ ધારણ કરી શકે છે.
મૂળ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર ચૂંટણી પ્રક્રિયા કે તેના સંચાલનમાં કોઈ મોટું કાચું કપાયું છે? કે પછી આ માત્ર વિપક્ષ દ્વારા રાજકીય ફાયદો ઉઠાવવા અથવા પોતાની નિષ્ફળતા છુપાવવા રચવામાં આવેલો પ્રપંચ છે? કારણ ગમે તે હોય, પણ આ વિવાદે લોકશાહીની પ્રક્રિયા અને સંસ્થાઓની તટસ્થતા પર ઊંડી અસર છોડી છે.
ચૂંટણી પંચ કે સરકારી તંત્રો શાસકોને અનુકુળ રહે એ કંઇ નવી વાત નથી. દરેક સરકારમાં આવું બનતું હોય છે. અનુકુળતા જાહેર થઇ જાય અને વિવાદ બની જાય એ મોટી વાત ગણાય. ેકેન્દ્ર રકારની ધાક એવી છે કે તેની સામે હરફ ઉચ્ચારવાની હિંમત ચાલતી ન હતી. જો કે, રામ મંદિર, કોકરોચ બાદ ચૂંટણી પંચ ત્રીજુ પ્રકરણ છે કે સરકાર ખુદ રક્ષણાત્મક ભૂમિકામાં આવી ગઇ છે. સળંગ ત્રણ પ્રકરણોથી સવાલ એ થાય છે કે, કેન્દ્ર સરકારની પક્કડ ઢીલી પડી ગઇ છે ? દોઢ દાયકાનો અભ્યાસ કરો તો છેલ્લા ચારેક મહિનાથી વિપક્ષ સતત હાવી બન્યો છે અને ંતંત્રની આભા બગડી રહી છે. લોકોને એવું પણ લાગે છે કે, સરકારમાંથી જ કોઇક સરકાર વિરોધી ખેલ નાખી રહ્યું હોય તો નવાઇ નહિ. (
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
