હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તથાસ્તુઃ વિરોધ કરો, પ્રસિદ્ધિ પામો !
સનાતનના વિરોધની ફેશનઃ જયંતભાઇઓ ખુદ વિજ્ઞાનના અંધશ્રધ્ધાળુ છેઃ વિજ્ઞાનની મોટાભાગની શોધો હાનીકારક સાબિત થઇ, પણ જાથાને સનાતનમાં જ અંધશ્રધ્ધા દેખાય છેઃ સનાતનને ફાલતુઓના પ્રમાણપત્રોની જરૂર નથી
રાજકોટના આંગણે કાલથી અખંડ આસ્થાનું એક ભવ્ય પર્વ શરૂ થઈ રહ્યું છે. બાબા બાગેશ્વરજી ધીરેન્દ્રકળષ્ણ શાષાીજીની ગરિમામય હનુમંત કથાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. આ દિવ્ય મહોત્સવની સમાંતર જ ભારતીય વૈચારિક જગતમાં એક અત્યંત ચિલાચાલુ અને સસ્તો ટ્રેન્ડ પણ માથું ઊંચકી રહ્યો છે.
એ ટ્રેન્ડ છેラસનાતન સંસ્કળતિ અને તેના પ્રતીકો પર પ્રહારો કરીને રાતોરાત પોતાની જાતને પ્રગતિશીલ કે બૌદ્ધિક સાબિત કરવાની આંધળી ફેશન. આજના સમયમાં મીડિયાની લાઈમલાઈટમાં મફત સ્પેસ મેળવવી હોય કે રાતોરાત ચર્ચાના કેન્દ્રમાં આવવું હોય, તો કરોડો લોકોની આસ્થાના કેન્દ્રો પર કાદવ ઉછાળવો એ સૌથી સરળ શોર્ટકટ બની ગયો છે. કોઈ ઊંડો અભ્યાસ, મૌલિક ચિંતન કે નક્કર સામાજિક યોગદાન આપ્યા વિના, માત્ર ટીવી કેમેરા સામે સનસનાટીપૂર્ણ નિવેદનો ફેંકીને બુદ્ધિજીવી બની જવાનો આ ખોટો કારસો છે.
આ આખી પ્રવળત્તિ પાછળ ચોક્કસ સંગઠનો અને કથિત સુધારકોની દાયકાઓ જૂની સંકુચિત માનસિકતા કામ કરી રહી છે. આધુનિકતા અને તાર્કિકતાનું ખોટું મોહરૂ પહેરીને ફરતા આ તત્વો વાસ્તવમાં ખુદ ભૌતિકવાદી વિજ્ઞાનના પરમ અંધશ્રદ્ધાળુ ભક્તો છે. વિજ્ઞાનની કહેવાતી પ્રગતિના ઈતિહાસ પર નજર નાખો. રાસાયણિક પ્રયોગોથી નૂર ગુમાવતી જમીન, ગ્લોબલ ર્વોમિંગથી વિનાશ તરફ ધકેલાતી પ્રકળતિ, જીવલેણ વાયરસો અને સમગ્ર માનવ સભ્યતાને પલવારમાં રાખ કરી દે તેવા પરમાણુ શષાોラઆ બધું કોની દેન છે? જો વર્તમાન યુગમાં કોઈ સૌથી વધુ બેફામ, અનિયંત્રિત અને દિશાવિહીન બન્યું હોય તો તે આ ભૌતિક વિજ્ઞાન છે. જો કે વિજ્ઞાન જાથા કે જયંતભાઈઓ કયારેય આ મહાવિનાશક શોધો સામે કોર્ટના પગથિયાં ચડતા નથી કે વિનાશ વેરતા વૈજ્ઞાનિકો સામે મોરચા માંડતા નથી.
વિજ્ઞાનના નામે થતા આ પર્યાવરણીય અને વૈશ્વિક વિનાશ પ્રત્યે આંખ આડા કાન કરવા એ અંધશ્રદ્ધા નથી? તેમની આ બેવડી નીતિ સ્પષ્ટ કરે છે કે તેમને સળષ્ટિના કલ્યાણમાં કોઈ રસ નથી, બસ આસ્થાને ઘેરીને પ્રસિદ્ધ થવામાં રસ છે.
આ સસ્તી પબ્લિસિટીની હોડમાં વૈચારિક નાદારી એટલી હદે વકરી છે કે ધાર્મિક વિધિઓ અને આધ્યાત્મિક શક્તિઓને ભૌતિક પ્રયોગોના ત્રાજવે તોલવાના બાલિશ પ્રયાસો થાય છે. સનાતનની વૈદિક પરંપરા, અંતઃકરણની શક્તિ અને આંતરિક ચેતના જયંતભાઈઓના પ્રમાણપત્રોની મહોતાજ નથી. દિવ્યતાને કયારેય આવા સસ્તા અને મર્યાદિત ભૌતિક માપદંડોથી માપી શકાતી નથી, અને આવા ફાલતુ ગતકડાં સામે ધર્મને સાબિત કરવાની જરૂર જ નથી. આવા પૂર્વગ્રહયુક્ત સંગઠનોના કોઈ પણ વૈચારિક અભિપ્રાયની સનાતન સંસ્કળતિમાં રતીભાર પણ વેલ્યુ નથી.
વર્તમાન સમયમાં ધર્મના ઓઠા હેઠળ આર્થિક કે સામાજિક ગેરલાભ લેનારા કેટલાક લેભાગુ તત્વો પરંપરાને ચોક્કસ નુકસાન પહોંચાડે છે, દરેક બાબા કે સ્વામીઓ દૂધે ધોયેલા નથી. તે વાસ્તવિકતા જ છે. પરંતુ આ વિજ્ઞાન જાથા કે અન્ય ફાલતુઓએ સનાતનની ફિકર કરવાને બદલે પોતાના ક્ષેત્રના શુદ્ધિકરણ કરવાની જરૂર છે. પ્રકળતિનો ગળું ઘોંટતા બેફામ વિજ્ઞાનને બ્રેક મારવા માટે જયંતભાઈઓએ પોતાની ઊર્જા વાપરવી જોઈએ. અન્યના પવિત્ર આધ્યાત્મિક અધિકાર ક્ષેત્રમાં ટાંગ અડાડવાને બદલે સંગઠનોએ ખુદના વિચારોનું શુધ્ધિકરણ કરવું અનિવાર્ય છે.
કેમેરા સામે ચમકવા માટે આસ્થા પર પ્રહાર યોગ્ય નથી જ. હિન્દુવાદી સરકાર આવા ફાલતુઓ સામે શા માટે ચુપ રહે છે? સનાતન પરંપરામાં ઘુસેલી બદીઓ સનાતનીઓ જ દૂર કરશે. વિજ્ઞાન જાથા કે અન્ય બબૂચકોએ ઠેકા લેવાની જરૂર નથી. હવે તો બે ટકાના જાદુગરો પણ બાબાને ગરમ પાઈપ પકડવાનો બાલીશ પડકાર આપીને મફતમાં મીડિયામાં ચમકી જાય છે. સનાતનનું પરમ વિજ્ઞાન માત્ર સ્ટેજના રોમાંચક ખેલ નથી. ફાલતુઓ પાસે સનાતનને સાબિત કરવાની જરા પણ જરૂર નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
